Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

અમદાવાદ :નારાયણ સાંઈ વિરુદ્ધ જામીન માટે ખોટા દસ્તાવેજ બનાવવાની વધુ એક ફરિયાદ દાખલ થઇ

નારાયણ સાંઈના મળતીયા દ્વારા તેમના માતા હોસ્પિટલમાં દાખલ હોવાના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા: નારાયણ સાંઈએ ખોટું બહાનું કાઢ્યું :નારાયણ સાંઈના વકીલોને પણ તેમની માતાની બીમારી અંગે કોઈ જાણકારી નહતી

અમદાવાદ :જાતિય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈ  વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદના  સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા જામીન માટે ખોટા દસ્તાવેજ બનાવતા ફરિયાદ દાખલ થઈ છે..નારાયણ સાંઈના મળતીયા દ્વારા તેમના માતા હોસ્પિટલમાં દાખલ હોવાના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા.જ્યારે આ મામલે કોર્ટે તપાસ કરાવી તો સામે આવ્યું કે, નારાયણ સાંઈએ ખોટું બહાનું કાઢ્યું છે. આટલું જ નહીં, નારાયણ સાંઈના વકીલોને પણ તેમની માતાની બીમારી અંગે કોઈ જાણકારી નહતી.જે બાદ ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈની જામીન અરજી ફગાવી દીધી હતી અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.

જેમાં ડોક્ટરના લેટરપેડ પર તેની માતાએ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હોવાનું સર્ટીફીકેટ ખોટી રીતે બનાવી જામીન મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. જે સર્ટિફિકેટ ખોટું હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે ભરૂચ એસ.પી. મારફતે તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં સુધારા વધારા કર્યા હોવાનો રિપોર્ટ ભરૂચ એસ.પી. એ કરતા હાઇકોર્ટે આ અંગે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.

(10:57 am IST)