Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજ્ય સરકારે તબીબોની માગો સ્વીકારી છતાં હડતાળ હજુ યથાવત:આરોગ્ય અગ્ર સચિવ અને તબીબોની બેઠક નિષ્ફળ

તબીબોનું કહેવું છે કે, આવી જાહેરાતો અનેકવાર થઈ ચુકી છે પરંતુ તેનું અમલીકરણ નથી થતું

અમદાવાદ :સરકારે તબીબોની કેટલીક માગ સ્વીકારી છે. સાથે જ હડતાળ સમેટી લેવા અપીલ પણ કરી છે. જો કે, તબીબોએ હડતાળ સમેટવાની મનાઈ કરી દીધી છે. તબીબોનું કહેવું છે કે, આવી જાહેરાતો અનેકવાર થઈ ચુકી છે પરંતુ તેનું અમલીકરણ નથી થતું. તો આ સાથે હડતાળ મામલે આરોગ્ય અગ્રસચિવ અને ડોક્ટર્સ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. જેને કારણે ચાર દિવસથી ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ હજું પણ યથાવત રહેશે.

તબીબોની હડતાળને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. અને તબીબની મોટાભાગની માગો સરકારે સ્વીકારી લીધી છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય મનોજ અગ્રવાલે માહિતી આપતા કહ્યું કે, સરકારે પ્રશ્નો મુદ્દે સુખદ સમાધાનકારી વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ ઘણા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. તેમણે કહ્યું, સરકારે નિર્ણય કર્યો છે કે પહેલી જૂનથી એનપીએ આપવામાં આવશે. 3 વર્ષનું એરિયર્સ 5 સરખા હપ્તામાં ચૂકવાશે. એનપીની મહત્તમ મર્યાદા 2.37 લાખ નિયત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર સમક્ષ લાભો ડોક્ટરોને મળશે. લાંબા સમયથી જે ડોક્ટર જીપીએસસી પાસ કરી હોય તેની સેવા સળંગ ગણવામાં આવે તેવો નિર્ણય પણ લીધો છે. ટીકુ કમિશનનો લાભ ડોક્ટરોને આપવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત GMERSની 8 કોલેજોના પ્રશ્નો પણ રાજ્ય સરકારે સ્વીકાર્ય છે. ન્યુ પેંશન સ્કીમ, ટ્રાન્સફર એલાઉસ, મેડિકલ એલાઉન્સ સહિતના લાભો પણ અપાશે.

 

 

(9:10 pm IST)