Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગાંધીનગરના રખિયાલમાં બાતમીના આધારે પોલીસે વૃંદાવન સોસાયટીમાં દરોડા પાડી મકાનમાંથી 150 દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ રખિયાલ વિસ્તારમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે રખિયાલના વૃંદાવન સોસાયટીમાં દરોડો પાડીને મકાનમાંથી વિદેશી દારૂની ૧પ૦ બોટલ કબ્જે કરી હતી. જો કે દારૂનું વેચાણ કરનાર મહિલા મળી આવી નહોતી. તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી રપ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 

રાજયમાં દારૂબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે  પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી ગાંધીનગર જિલ્લામાં પ્રવેશતા આવા દારૂના જથ્થાને પકડી રહી છે અને દારૂના છુટક વેચાણ ઉપર પણ નજર રાખી બુટલેગરોને પકડી રહી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં પ્રોહીબીશનના કેસો કરવા માટે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ દિશામાં કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ રખિયાલ વિસ્તારમાં હતી તે દરમ્યાન લોકરક્ષક જીંકલબાને બાતમી મળી હતી કે રખિયાલ ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા કૈલાસબેન વિજયસિંહ રાઠોડ તેમના ઘરે વિદેશી દારૂનો વેપલો કરે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ મહિલા કૈલાસબેન મળી આવી નહોતી પરંતુ મકાનમાં પડેલી કોથળીઓમાં તપાસ કરતાં વિદેશી દારૂની ૧પ૦ બોટલ મળી આવી હતી. પોલીસે રપ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને મહિલા સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. 

(5:01 pm IST)