Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મોડાસાના કસ્બા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી 43 હજારનો મુદામાલ કબ્જે કર્યો

મોડાસા: શહેરની માઝુમ નદી કાંઠે ચરતી ગાયો સહિત અન્ય સ્થળેથી ઉઠાવેલી ગાયો સહિત છ જેટલી ગાયો ચોરી ઘરમાં ગોંધી રાખનાર પશુચોરના રહેઠાણ સ્થળે ટાઉન પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો  અને ચોરી કતલખાને લઈ જવા મરણતોલ હાલતમાં બાંધી રાખેલી છ ગાયો છોડાવી મોડાસા ટાઉન પોલીસે રૂ.૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

મોડાસાના રબારીવાસ વિસ્તારમાં રહેતા એક પશુપાલકની ચાર ગાયો માજુમ નદી કાંઠે ચરવા મૂકયા પછી ગૂમ થઈ હતી. પશુ પાલક હિતેષભાઈ રબારી એ પોતાની ગૂમ થયેલ ગાયો અંગે પંથક વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.પરંતુ આ ગાયોનો પત્તો લાગ્યો ન હતો.ગત ગુરૂવારે આ પશુપાલક ને પોતાની ગાય નગરના કસ્બા વિસ્તારમાં રહેતા મોંહમદ સીદ્દીક બેલીમના ઘરે હોવાની બાતમી મળતાં તુરંત ટાઉન પોલીસને જાણ કરાઈ હતી.ટાઉન ઈન્સ્પેકટર સી.પી.વાઘેલા સહિતની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારતા નુરાની સોસાયટી ના એક મકાનમાં મરણતોલ હાલતમાં ઘાસચારા કે પાણીની સગવડ વગર બાંધેલી ૬ ગાયો મળી આવી હતી.

(4:56 pm IST)