Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

RTE ફોર્મ ભરવા છેલ્લે દિવસે આવકનો દાખલો કઢાવવા વાલીઓની દોડધામ

અમદાવાદ, તા. :  રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) હેઠળ ફોર્મ ભરવાના છેલ્લે દિવસે વાલીઓ આવકનો દાખલો મેળવવા દોડધામ ધક્કા ખાવાનો સમય આવ્યો હતો. મામલતદાર કચેરીએ આવકનો દાખલો મેળવવા વાલીઓની ભારે ભીડ જામી હતી.

RTE ના ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ આવકનો દાખલો મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણા લોકો છેલ્લા ચાર-પાંચ દિવસથી આવકનો દાખલો કઢાવવા માટે ધક્કો ખાઇ રહ્યા હોઇ તેમને છેલ્લા દિવસે આવકનો દાખલો કઢાવી લીધો હતો, પરંતુ તેમાં ભુલ આવતા સુધારો કરાવવા માટે પણ અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે. અસંખ્ય વાલીઓ છેલ્લા ચાર દિવસથી રોજ ધક્કા ખાઇ રહ્યા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. આવકનો દાખલો કઢાવવા માટે  અઠવાડિયા જેટલો સમય લાગતો હોવાથી મુદતમાં વધારો કરાય તેવી માંગ ઉઠી છે.

(3:21 pm IST)