Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

માલધારી સમાજ દ્વારા કાળા કાયદો હટાવવાની માંગ કરતું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના માલધારી સમાજ દ્વારા સરકાર દ્વારા લાગુ કરાયેલો કાળો કાયદો હટાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તા.૩૧-૦૩-૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર દ્વારા બીલ પાસ કરવામાં આવેલ કાળા કાયદાનનો અમે વિરોધ કરીએ છીએ માલધારી સમાજમાં શિક્ષણ ઘણું ઓછું હોવાથી ગાય તથા ભેંસો પર નિર્ભર છે સરકાર દ્વારા કાળા કાયદા પડતા પહેલા ઘણી બધી ગૌચર જગ્યા હતી. જે ગૌચર જગ્યા દબાણ કરેલ છે આથી ગૌચર જગ્યા તથા દબાણ કરેલ ગૌચર જગ્યાનો અમે વિરોધ કરીએ છીએ માટે આ કાળા કાયદો સરકાર દ્વારા હટાવવામાં નહી આવે તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે માટે આ કાયદાનો અમલ ન કરવા સરકારને માલધારી સમાજ દ્વારા અરજ કરવામાં આવી હતી

(10:12 pm IST)