Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

આણંદમાં ચેક રિટર્નના કેસમાં અદાલતે એક શખ્સને 6 માસની સજાની સુનવણી કરી

આણંદ : આણંદની કોર્ટે એક શખ્શને રૂા. 90 હજારના ચેક રીટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી છ માસની સજા ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.સારસા ખાતે રહેતા અને વૃંદા ફાયનાન્સ નામે ધંધો કરતા સુનિલભાઈ રમેશભાઈ પટેલને ત્યાં શૈલેષભાઈ ભરતભાઈ પરમારે (રહે.આણંદ)ન સુનિલભાઈ પટેલ પાસેથી રૂા.૯૦ હજાર ઉછીના લીધા હતા.  લીધેલ નાણાંપેટે રૂા.૯૦ હજારનો ચેક આપ્યો હતો. જે બાદમાં બાઉન્સ થતાં કેસ દાખલ કરાવ્યો હતો. જે કેસ સિવિલ જજ અને એડી.ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે છ માસની સાદી કેદની સજા તેમજ વળતર પેટે ચેકની રકમ રૂા.૯૦ હજાર એક માસમાં ચુકવવા અને જો ના ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. 

 

(7:20 pm IST)