Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ખેડા જિલ્લામાં સર્જાયેલ અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં એક મહિલા સહીત બે અન્ય શખ્સોના મૃત્યુ નડિયાદ : ખેડા જિલ્લાના સણસોલી-પુનમપુરા પાટિયા નજીક તથા ગુતાલ ઓવરબ્રિજ પર બનેલા માર્ગ અકસ્માતમાં બે બનાવોમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. નડિયાદ તાલુકાના ભુમેલ ગામના બીપીન ભાઈ ધનજીભાઈ પટેલ (ઉં.વ.૫૪) પોતાના એક્ટીવા સ્કુટર લઈ નેશનલ હાઈવે રોડ પર આવેલ ગુતાલ બ્રિજ પરથી પસાર થતા હતા તે વખતે એક છોટા હાથી ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી બીપીનભાઈના સ્કૂટરને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. જ્યાં તેઓનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે રહેતા ઇમરાનખાન હાજીખાન પઠાણની માતા ચાંદણાથી એક રિક્ષામાં બેસી પર ઘરે પરત આવતા હતા. દરમિયાન રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી રિક્ષામાં બેઠેલ બીબીબાનું (ઉંમર વર્ષ ૮૦)ને ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયું હતું. જ્યારે ફુગરજબીબીને ફેક્ચર થયું હતું. આ સંદર્ભે નડિયાદ રૂરલ તથા મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નડિયાદ : ખેડા જિલ્લાના સણસોલી-પુનમપુરા પાટિયા નજીક તથા ગુતાલ ઓવરબ્રિજ પર બનેલા માર્ગ અકસ્માતમાં બે બનાવોમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.

નડિયાદ તાલુકાના ભુમેલ ગામના બીપીન ભાઈ ધનજીભાઈ પટેલ (ઉં.વ.૫૪) પોતાના એક્ટીવા સ્કુટર લઈ નેશનલ હાઈવે રોડ પર આવેલ ગુતાલ બ્રિજ પરથી પસાર થતા હતા તે વખતે એક છોટા હાથી ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી બીપીનભાઈના સ્કૂટરને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. જ્યાં તેઓનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે રહેતા ઇમરાનખાન હાજીખાન પઠાણની માતા ચાંદણાથી એક રિક્ષામાં બેસી પર ઘરે પરત આવતા હતા.  દરમિયાન રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી રિક્ષામાં બેઠેલ બીબીબાનું (ઉંમર વર્ષ ૮૦)ને ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયું હતું. જ્યારે ફુગરજબીબીને ફેક્ચર થયું હતું. આ સંદર્ભે નડિયાદ રૂરલ તથા મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(7:30 pm IST)