Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સૂર્યદેવનો આકરો મિજાજ જારી : બે દિવસ સિવિયર હિટવેવની આગાહી : પારો ૪૨ - ૪૩ ડિગ્રીને આસપાસ જ ઘૂમશે : અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતમાં આકાશમાંથી સૂર્યદેવ અગનગોળો વરસાવી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ જોવા મળે છે. આ સમયે રાજમાર્ગો ઉપર ચહલ - પહલ પણ ઓછી દેખાય છે. દરમિયાન હવામાન ખાતાએ કહ્યું છે કે, આગામી ૪૮ કલાક સિવિયર હિટવેવ જારી રહેશે. ગરમીનો પારો ૪૩ ડિગ્રીની આજુબાજુ જ જોવા મળશે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, સુરેન્‍દ્રનગર, કચ્‍છ સહિતના વિસ્‍તારોમાં ગરમીનો માહોલ વધુ જોવા મળશે તો અમદાવાદમાં ૩ દિવસ સુધી યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યુ છે. બે દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત થાય તેવી શકયતા છે. હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રી ગણાય. આગામી ૧૫ મે સુધી ગરમીના નાના-મોટા રાઉન્‍ડ ચાલુ જ રહેશે.

બપોરે ૩ વાગ્‍યે રાજકોટ શહેરમાં ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે જે સાંજ સુધીમાં ૪૨ ડિગ્રીને પણ આંબી જાય તેવી પૂરેપૂરી શકયતા છે

(4:35 pm IST)