Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

તમામ સમાજને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીની જીત વિરમગામમાં થાય એના માટેના મારા પ્રયત્નો છે : પુર્વ ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ

વિરમગામ આરામ ગૃહ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી : પુર્વ ધારાસભ્યને ફુલહાર પહેરાવીને સ્વાગત કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : પુર્વ ધારસભ્ય પ્રાગજીભાઇ પટેલે પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરીને કેસરીયો ધારણ કર્યા પછી વિરમગામ આરામ ગૃહ ખાતા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પુર્વ ધારાસભ્યને ફુલહાર પહેરાવીને સ્વાગત કરી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

        પુર્વ ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આજરોજ વિરમગામના આરામ ગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળવા માટે હું વિરમગામ આવ્યો હતો. કાર્યકર્તાઓ ખુબ જ ઉત્સાહભેર મને મળ્યા છે. મે અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલને ખાત્રી આપી છે કે અમે ૧૦ વર્ષથી વિરમગામનું કમળ ગાંધીનગરમાં જમા નથી કરાવી શક્યા. આવતા ઇલેક્શનમાં અમારે સૌથી પહેલુ અમદાવાદ જીલ્લામાં વિરમગામનું કમળ જમા કરાવવા માટેની કમર કસવાની છે. કાર્યકર્તાઓને તૈયાર કરવાના છે, સંગઠન પણ મજબુત કરવાનું છે. બધાને સાથે રાખી, તમામ નાનાથી લઇ મોટા કાર્યકર્તાઓને જોડે રાખી, તમામ સમાજને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીની જીત વિરમગામમાં થાય એના માટેના મારા પ્રયત્નો છે.

(4:23 pm IST)