Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

બળબળતા તાપમાં ટ્રાફિક પોલીસે વાનરને પીવડાવ્‍યું પાણી!: કપીરાજ આખી પાણીની બોટલ પી ગયા

IAS અધિકારી અવનીશ શરણે માનવતાની મિશાલ સમો વિડીયો શેર કર્યો

અમદાવાદ,તા.૪: ગરમીની ઋતુ આવી ગઈ છે અને અત્‍યારથી જ લોકો હેરાન થવા લાગ્‍યા છે. ઘરમાં હવે તો કુલર કે એસી વગર રહી શકાય તેમ નથી. એક સમય હતો જ્‍યારે કુલર કે એસી વગર પણ લોકો પંખાના આરામમાં જીવતા હતા, પરંતુ હવે આ સંભવ નથી. શહેરોને તો જવા જ દો, હવે તો ગામડાઓમાં પણ લોકો ગરમીથી રાહત મેળવવા માટે પોતપોતાના ઘરમાં કુલર કે એસી રાખવા માંડ્‍યા છે.

અત્‍યારે તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, પરંતુ આ મહિનામાં જ આટલી ગરમીથી લોકોની હાલત ખરાબ છે. હજુ તો મે-જૂન આવવાના બાકી છે, જ્‍યારે ગરમીમાં કોઈ બહાર પણ ન નીકળી શકે. આવી ગરમીમાં તરસ તો લાગે જ, પરંતુ જરાક વિચારો કે આટલી ગરમીમાં પ્રાણીઓની શું સ્‍થિતિ થતી હશે, જ્‍યારે તેમને પાણી ન મળે ત્‍યારે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વાંદરાને પાણી પીવડાવતા ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે લોકોના દિલ જીત્‍યા છે.

વીડિયો મુજબ એક ટ્રાફિક પોલીસ વાંદરાને પાણી પીવડાવે છે. જ્‍યારે અમુક છોકરાઓ આ સુંદર દ્રશ્‍ય જોઈ રહ્યા છે અને અમુક લોકોએ તો આ ઘટનાને કેમેરામાં કેદ પણ કરી લીધી છે. નાના નાના શહેરો કે ગામડાઓમાં તો ઠીક છે કે પાણી મળી જાય છે, પરંતુ પહાડી વિસ્‍તારમાં રહેનાર પ્રાણીઓને પાણી મેળવવામાં તકલીફ પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો કેટલો તરસ્‍યો હતો કે આખી બોટલનું પાણી પી ગયો. આમ તો વાંદરાઓને આખો દિવસ ઊછળ કૂદ કરવા અને ભાગવા દોડવાની આદત હોય છે, તો તરસ લાગવા પર કોઈ તેને પાણી પીવડાવે તેનાથી મોટી વાત શું હોય શકે.

આ માનવતા લક્ષી વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડ્‍યો છે. દિલ જીતનાર આ વીડિયોને ત્‍ખ્‍લ્‍ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્‍વીટર હેન્‍ડલ પર શેર કર્યો છે અને જણાવ્‍યું છે કે આ ટ્રાફિક પોલીસનું નામ સંજય ઘુડે છે. માત્ર ૩૦ સેકન્‍ડનાં આ વીડિયોને અત્‍યાર સુધી ૧ લાખ ૭૧ હજાર કરતા પણ વધારે વ્‍યૂઝ મળી ચુકયા છે, જ્‍યારે ૧૪ હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

(3:35 pm IST)