Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અમારા અપરાધની સજા પરિવાર ભોગવે છે, નર્ક જેવી હાલત, આવેશને કાબૂમાં રાખજો, જોજો અમારા પરિવાર જેવી દશા ન થાય

રાજકોટ સહિત ગુજરાતના ખૂંખાર અપરાધીઓ દ્વારા જેલમાંથી વિડિયો દ્વારા કાળજું કંપી જાય તેવી અપીલ કરી : એડી.ડી.જી. લેવલના રાજકુમાર પાંડિયન દ્વારા સ્‍ફુરેલ અદ્દભુત પ્રેરણાને મહિલા આઈપીએસ ઉષા રાડા ટીમ દ્વારા અદ્દભુત રીતે મૂર્તિમંત કરવામાં આવ્‍યું

વડાપ્રધાનનું હૃદયસ્‍પર્શી સંબોધન અને ગૃહમંત્રીનું ટ્‍વીટ આ સિનિયર આઈપીએસના હૃદય સોસરવું ઉતરી ગયું અને દેશના ઈતિહાસમાં ગુન્‍હા બનતા અટકાવવા અદ્‌ભૂત પ્રયોગ સાઉથ ગુજરાતથી સ્‍ટાર્ટ થયો

રાજકોટ તા.૪: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા રાષ્‍ટ્રીય રક્ષા વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ખૂબ લાગણીસભર ભાષામાં જણાવ્‍યું કે જે સમયે સમાજના વિવિધ વર્ગો માટે  કંઈક સારૂ કરવાની અંતરમાં ઈચ્‍છા જાગે ત્‍યારે યુનિફોર્મ દીપી ઉઠે છે, આ સંબોધન ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ટ્‍વીટ કરી પોલિસ ન્‍યાય અને કરૂણાનું પ્રતીક હોવાનું જણાવ્‍યું અને આ બાબત એક સિનિયર આઇપીએસ અધિકારીને સ્‍પર્શી ગઈ, આ સિનિયર આઇપીએસ એટલે સુરતના રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન.                                       

ગમે તેવા માથાભારે કે ડોન બનીને ફરતા ગુનેગારોને રાજકુમાર પાંડિયન દ્વારા સીધા કરવામાં આવ્‍યા છે, એવા આ એડી.ડીજી લેવલના અધિકારી સમાજના નાના અને કચડાયેલા વર્ગ પ્રત્‍યે કરૂણા સાગર જેવું હૃદય ધરાવે છે, પોતાની હકૂમતવાળા જિલ્લામાં હિટ એન્‍ડ રન કેસમાં ઘણા મજૂર લોકોએ જાન ગુમાવ્‍યો તે સમયે કાયદેસર કાર્યવાહી કરવા સાથે પોલીસ અને સમાજના સુખી લોકો પાસેથી મોટી રકમનું ફંડ ઉઘરાવવા સાથે તે રકમ એ મજૂર પરિવારને તેમના વતનમાં જય પહોચાડી જેમને આ જવાબદારી સુપ્રત થયેલ તેવા ડીવાયએસપી ચંદ્ર રાજ સિહ જાડેજા દ્વારા પોતાના તરફથી મોટી રકમ ઉમેરી એ પરિવારને હાથો હાથ મળે તે માટે જાતે ગયેલા.

તાજેતરમાં સુરત ગ્રામ્‍યના પલસાણા પોલીસ સ્‍ટેશનના જોળવા વિસ્‍તારમાં એક બાળકી ઉપર બળાત્‍કાર કરી ગળુ દબાવી મોત નિપજાવેલ તે અનુસંધાને સ્‍થળ વીઝીટ કરતા જોડવા જીઆઈડીસી વિસ્‍તારમાં કામ કરતા મોટાભાગના મજુરો એક જ રૂમના ભાડેના મકાનમાં રહેતા હોય છે. તેઓના બાળકોને એકલા મુકીને મા- બાપ બંને મજૂરી કરવા જતા હોય છે જેના લીધે બાળકો આવા દુષ્‍કર્મના ભોગ બને છે. આવા ગુના અટકાવવા માટે વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીયેશન, મહિલા અને બાળ વિકાસ સાથે સંકળાયેલા સરકારી એન બિન સરકારી સંસ્‍થાઓ સાથે મીટીંગનું આયોજન કરેલ તેના પરિણામે સુરત જિલ્લા પોલીસ દ્વારા ૭ જેટલા ‘‘બાળ સંભાળ કેન્‍દ્ર'' શરૂ કરવામાં આવેલ છે. તે પૈકી કડોદરા પો.સ્‍ટે.માં પણ આજરોજથી બાળ સંભાળ કેન્‍દ્ર શરૂ થનાર છે. જેનું પણ ગૃહ રાજયમંત્રીશ્રી દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે.

બળાત્‍કાર, હત્‍યા ,આપઘાત જેવા ગુન્‍હા મોટા ભાગે ક્ષણિક આવેશમાં આવી થતાં હોય છે, આવા ગુન્‍હા બાદ આરોપી સાથે આખા પરિવારને સજા મળે છે,જીવન નર્ક બને છે, બાળકોને ભીખ માંગવી પડે તેવી સ્‍થિતિ સર્જાય છે, મહિલા સભ્‍યોને પણ અપમાન સહન કરી માંડ માંડ કામ મળે છે, પરિવારના સભ્‍યો જેલ ધક્કા ખાઈ કોઈ સંબંધ રાખતા નથી આ બધી વાસ્‍તવિકતા જેઓ ખરા અર્થમાં જાણે છે તેવા જેલ કેદીઓને મુખે રજૂ કરી વિવિધ માધ્‍યમથી સમાજ સુધી પોહચાડી તો કેમ? એવો રાજકુમાર પાંડિયનને વિચાર સ્‍ફૂર્યો અને પોતાના તાબાના એસપી સમક્ષ રજૂ કર્યો અને બધાને આ બાબત સ્‍પર્શી, તાજેતરમાં સુરત રૂરલથી સુરત શહેરમાં મુકાયેલા મહિલા એસપી ઉષા રાડા દ્વારા આખા વિચારને આવકારી અને તે અદભૂત રીતે અમલમાં મૂકી અને રાજકોટ સહિત રાજ્‍યભરની જેલમાં રહેલ ગંભીર ગુન્‍હાના કેદીઓ દ્વારા પોતાની ભૂલ પોતાના પરિવાર માટે કેવી સજા રૂપ બની રહે છે,પરિવારના બાળકો મહિલાઓની કેવી દયનીય સ્‍થિત સર્જાય છે, બાળકોના અભ્‍યાસ રખડી  પડે છે, સમાજ તિરસ્‍કાર નજરે જોવે છે, સગાઇ સગપણ થતાં નથી અને જીવતે જીવ નર્ક જેવી યાતના મળે છે, માટે મહેરબાની કરી તમારા ગુસ્‍સાને કાબૂમાં રાખો, અપરાધ કરતા બચો, ગુન્‍હાની સજા તમારા કરતા પરિવારને મોટી મળે છે, તે સુંદર રીતે સમજવી  ગુન્‍હાથી લોકો દૂર રહે તેવો અદભુત માનસ પલ્‍ટાનો પ્રયોગ હાથ ધરેલ છે જે બદલ રાજકુમાર પાંડિયન પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

(3:22 pm IST)