Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પ્રોપર્ટી ટેક્સ નહિ ભરનારા સામે અમાવાદ મનપાની લાલઆંખ: ત્રણ ઝોનમાં 86 મિલ્કતોને સીલ કરી દીધી

વેસ્ટ ઝોનમાં 15 મિલકત સાઉથ વેસ્ટ ઝોન 22 મિલકત તેમજ નોર્થ વેસ્ટ ઝોન 49 મિલકતને સીલ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટરો સામે મિલકત સીલ કરવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે ત્રણ ઝોનમાં થઈને ટેક્સ ભરપાઇ ન કરવામાં આવી હોય તેવી 86 મિલકતને સીલ કરવામાં આવી. જેમાં વેસ્ટ ઝોનમાં 15 મિલકત સાઉથ વેસ્ટ ઝોન 22 મિલકત તેમજ નોર્થ વેસ્ટ ઝોન 49 મિલકતને સીલ કરવામાં આવી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ રિબેટ તેમજ ટેક્સમાં માફી અંગેની વારંવાર લાવવામાં આવે છે પરંતુ રીઢા બાકીદારો દ્વારા તેમ છતાં પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. જેથી એએમસી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.નોર્થ વેસ્ટ ઝોનમાં વસ્ત્રાપુર પાસે સિગ્મા 2, ગેલેક્સી બજાર,યશ કોમ્પલેક્ષ તેમજ ડ્રાઈવઈન સિનેમા રોડ પર આવેલ રુદ્ર આર્કેડ, કાઇરોઝ, તેમજ ગુરુકુળ રોડ પર ઓક્સફોર્ડ ટાવર ,શાન્તમ કોમ્પલેસ આ ઉપરાંત એસજી હાઈવે પર ગુરુદ્વારા નજીક આવેલ પટેલ એવન્યુ, સુમેલ 2 રુદ્ર એનેક્સી સહિત ની 49 મિલકતો સીલ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ વેસ્ટ જીવનમાં સરખેજ મકતમપુરા જોધપુર સહિતના વિસ્તારોમાં અલગ-અલગ કોમ્પલેક્સમાં 22 મિલકતોને સીલ કરી હતી. પશ્ચિમ ઝોનમાં મીઠાખડી નવરંગપુરા સુભાષ બ્રિજ એલિસબ્રિજ,નવા વાડજ, સાબરમતી સહિતના વિસ્તારમાં 15 મિલકતને સીલ કરવામાં આવી હતી.

(11:05 pm IST)