News of Wednesday, 3rd January 2018

પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરિયાદ કરવા બ્રહ્મસમાજની અરજી

બ્રહ્મસમાજ વિરૂદ્વમાં અપશબ્દો બોલવા મુદ્દે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરાઈ

 

અમદાવાદ ;બ્રહ્મસમાજ વિરુદ્ધ અપશબ્દો બોલવાના મામલે પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરિયાદ કરવા રામોલ પોલીસ મથકે અરજી કરાઈ છે  હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધવા માટે બ્રહ્મસમાજે અરજી કરી હતી. બ્રહ્મસમાજ વિરૂદ્વમાં અપશબ્દો બોલવા મુદ્દે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે બ્રહ્મસમાજને લઇ અભદ્ર ટીપ્પણી કરી છે. અભદ્ર ટિપ્પણી અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. .

(9:57 pm IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST