Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

નડિયાદના મિલ રોડ નજીક ફેકટરીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

નડિયાદ: નડિયાદ મિલ રોડ પુઠાની ફેક્ટરી પાછળ ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમે છે  તેવી બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા પત્તા પાનાનો હાર જીતના જુગાર રમતા ત્રણ ઈસમો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. 

જેમાં ધનજી વીરસિંગજી ઠાકોર, વિક્રમસિંહ મનહરભાઈ ચૌહાણ તેમજ નીલકંઠ પોપટભાઈ તળપદાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૨,૪૫૦ રોકડા તેમજ અંગ જડતીમાંથી રૂ. ૮,૮૫૦ મળી કુલ રૂ. ૧૧,૩૦૦ રોકડા તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. જ્યારે બીજા બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે સંત અન્ના સ્કૂલ સામે  વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમી રમાડતા મહેન્દ્રભાઈ આશાભાઈ તળપદાને સ્લીપ બુક તેમજ રૂ. ૯૦૦ રોકડ સાથે ઝડપી પાડયો હતો. આ ઉપરાંત નડિયાદ શહેરમાં જાહેરમાં જુગાર રમવાના ત્રીજા બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે જવાહર નગર, ડબ્બાવાસ નજીક ફાટક પાસે ખુલ્લામાં વરલી મટકાનો જુગાર લખતા કલ્પેશ બાબુભાઈ તળપદાને ઝડપી પાડી જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂ. ૪૫૦ કબજે કર્યા હતા. આમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા ત્રણ સ્થળે  ધમધમતા જુગારધામ ઝડપાયા છે. 

(6:57 pm IST)