Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ઈન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ :રાજકોટ મેયર ઈલેવને ગાંધીનગરને 158 રનથી હરાવ્યુ: પુષ્કર પટેલની સટાસટી: 72 દડામાં 156 રન ફટકાર્યા

રાજકોટ કમિશનર ઇલેવનની ટીમનો 175 રનથી ગાંધીનગર સામે વિજય: રાજકોટ એ ગાંધીનગરને જીતવા 20 ઓવરમાં તોતિંગ 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો : ગાંધીનગર 17 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ: મેન ઓફ ધ મેચ કેપ્ટન પુષ્કર પટેલ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ડેનાઇટ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ મેયર કપનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં  શનીવારે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાજકોટ અને ગાંધીનગર કમિશનર ઇલેવનની મેચ રમાઈ હતી. જેમાં ક્વાર્ટર ફાઈનલમાં રાજકોટની ટીમ 175 રન મેચ જીતી ગઈ હતી. રાજકોટની ટીમે 20 ઓવરમાં 256 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા. જ્યારે ગાંધીનગરની ટીમ 16.5 ઓવરમાં 81 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

 જયારે ગઈકાલે સાંજે  રમાયેલ રાજકોટ મેયર ઈલેવન અને ગાંધીનગરની મેચ રમાઈ હતી. રાજકોટની ટીમે પ્રથમ દાવ લેતા 20 ઓવરમાં 3 વિકેટે 256 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન અને સ્ટે.કમિટિ ચેરમેન પુષ્કર પટેલે 72 બોલમાં 158 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયારે કે.ડી.આહીરે 19 રન, પરેશ પીપળીયા(પી.પી)એ 48 રન કર્યા હતા.

રાજકોટા આપેલા 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગાંધીનગર 17.3 ઓવરમાં માત્ર 96 રનમાં ઓલઆઉટ થતા રાજકોટનો 158 રને વિજય થયો હતો અને સોમવારે સેમિફાઈનલ મેચ રમશે. રાજકોટ તરફથી કે.ડી.આહીર(કાળુભાઈ), પરેશ પીપળીયા,બાબુ ઉધરેજાએ 2-2 વિકેટ તથા કેતન પટાલ, નીલેશ જલુ, નેહલ શુકલએ 1-1 વિકેટ મળી હતી.

રાજકોટ ટીમનો ઉત્સવ વધારવા મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, મનપાના  શાસક પક્ષ નેતા વિનુ ઘવા  સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને  કાર્યકર્તાઓ વડોદરા પહોંચ્યા હતા. 

 

 

(8:12 pm IST)