Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

સેશન્‍સ કોર્ટ દ્વારા ઇસનપુરમાં યુવકને જીવતા સળગાવાવના મામલે બે સગાભાઇઓને ફાંસીની સજા ફટકારી

મૃતકની જુબાની સાથે પ્રત્‍યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ દ્વારા સજા કરવામાં આવીઃ સેશન્‍સ કોર્ટ ૧૧૮ પેજનો ચુકાદો લગાવ્‍યોઃ આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી

અમદાવાદઃ સેશન્‍સ કોર્ટ દ્વારા ઇસનપુરમાં યુવકને જીવતા સળગાવવાના મામલે બે સગાભાઇઓને ફાંસીની સજા ફટકારી છે. મૃતકની જુબાની સાથે પ્રત્‍યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ દ્વારા સજા કરવામાં આવી. સેશન્‍સ કોર્ટએ ૧૧૮ પેજનો ચુકાદો લગાવ્‍યો હતો. આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી

મળતી માહિતી મુજબ અમદાવાદની સેશન્સ કોર્ટ બે સગા ભાઈઓને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2019માં બે સગાભાઈઓએ કોઈ બાબતે નજીવી બોલાચાલી બાદ એક યુવકને જાહેરમાં સળગાવ્યો હતો. રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા આ કેસમાં કોર્ટે સંજ્ઞાન લઈ બંને ભાઈઓને દેહાંત દંડની સજા ફરમાવી છે. આ કેસમાં 25 ઓગષ્ટ 2019એ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમા મૃતક પંકજ પાટીલનું ગંભીર રીતે દાઝવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મૃતકની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે 118 પેજનો ચુકાદો સંભળાવ્યો છે.

આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી.આજે સેશન્સ કોર્ટ દ્રારા હત્યા,પોક્સો અને હત્યાની કોશિશ ત્રણ ગુનામાં જયેશ સરવૈયાને કસૂરવાર ઠેરવ્યા હતા જે અંગે સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક જજ આર.આર.ચૌધરીએ સજા સંભળાવી હતી.કોર્ટે પોક્સોમાં વર્ષની કેદ અને અઢી હજાર રૂપિયાનો દંડ,આઇપીસી કલમ 307 માં હજાર રૂપિયાનો દંડ અને 10  વર્ષની સજા,જીપીએક્ટ 135  અંતર્ગત એક માસની સજા અને 500  રૂપિયાનો દંડ અને હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારતા ફાંસીની સજા ફટકારી હતી.કોર્ટ પરિસરમાં જ્યારે આ સજા ફટકારવામાં આવી ત્યારે આરોપી જયેશના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

(12:46 pm IST)