Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કુલ ૩૭૨ કેસ નોંધાયા : કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૨૯૪એ પહોંચી ગઈ

અમદાવાદ, : ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ૦૧ એપ્રિલના રોજ કોરોનાના નવા ૩૭૨ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૨૯૪એ પહોંચી છે.અમદાવાદ જિલ્લામાં ૦૩, અમદાવાદમાં ૧૨૫ , અમરેલીમાં ૦૮, આણંદમાં ૦૭, બનાસકાંઠામાં ૧૪, ભરૂચમાં ૧૪, બોટાદમાં ૦૧, ભાવનગરમાં ૦૬, ગાંધીનગર જિલ્લામાં ૦૫, ગાંધીનગરમાં ૦૩,જામનગરમાં ૦૫, ખેડામાં ૦૨, કચ્છમાં ૦૮, મહેસાણામાં ૨૭, મોરબીમાં ૨૯, પાટણમાં ૦૫, પોરબંદરમાં ૦૨, રાજકોટમાં જિલ્લામાં ૦૯, રાજકોટમાં ૧૦, સાબરકાંઠામાં ૦૬, સુરતમાં જિલ્લામાં ૦૫, સુરતમાં ૩૦, સુરેન્દ્રનગરમાં ૦૬, વડોદરામાં ૨૩ , વડોદરા જિલ્લામાં ૧૧ અને વલસાડમાં ૦૫ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ ૯૮.૯૬ ટકા છે. જ્યારે કોરોનાથી ૩૮૮  દર્દી સાજા થયા છે.

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૩૭૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ૩૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૨૨૯૪ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત જેટલા ૯ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૨૨૮૫ દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૧૦૫૫ દર્દીના મોત નીપજ્યા છે. તો ૧૨ લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત ૧૧મી માર્ચે પણ કોરોના વાયરસના ૫૧ કેસ નોંધાયા હતા. ૧૪મી માર્ચે ૫૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૫મી માર્ચે ૯૧ કેસ નોંધાયા હતા. ૧૬મી માર્ચે ૧૧૯ કેસ અને ૧૭મી માર્ચે ૧૨૧ કેસ નોંધાયા હતા.

ત્યારબાદ ૧૮મી માર્ચે ૧૭૯ કેસ તો ૧૯મી માર્ચે ૧૩૩ કેસ નોંધાયા હતા. ૨૦મી માર્ચે ૧૧૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૧મી માર્ચે ૧૭૬ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૨મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં ૨૪૭ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ૪૦૧ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ૨ દિવસથી ૩૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

(12:43 pm IST)