Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

આ વર્ષે રૂપિયા ૧૯૦૯ કરોડની આવક નોંધાઈ

કોર્પોરેશનની તળિયા જાટક તિજોરીમાં રેકોર્ડ બ્રેક આવક : સતત બીજા વર્ષે બજેટ લક્ષ્યાંક કરતા વધુ આવક ટેક્ષ વિભાગમાં નોધાતા ટેક્ષની તિજોરી છલોછલ થઇ છે

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાના તળિયા જાટક તિજોરીમાં નવી આવકનો ધરખમ વધારો થયો છે.અમદાવાદ મહાનગર પાલિકાના ઇતિહાસમાં, ટેક્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક્રીગ આવક નોંધાઇ છે. સતત બીજા વર્ષે બજેટ લક્ષ્યાંક કરતા વધુ આવાક એએમસી ટેક્ષ વિભાગમાં નોધાતા ટેક્ષની તિજોરી છલોછલ થઇ છે. વર્ષ ૨૦૨૩/૨૩માં બજેટ લક્ષ્યાંક - ૧૬૪૧.૦૪ કરોડ રાખવામાં આવ્યો હતો જેની સામે ૧૯૦૯.૬૩ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.

AMC રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, ટેક્ષ વિભાગ દ્વારા ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન શહેરના કરદાતાઓના સાથ સહકાર તથા પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનટેક્ષ અને વ્હીકલ ટેક્ષ ખાતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયાસથી અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં આપવામાં આવેલ લક્ષ્યાંક કરતાં ખૂબ વધારે રેકોર્ડ બ્રેકીંગ આવક થયેલ છે. આ વર્ષે ટેક્ષ ખાતાના ત્રણેય વિભાગો એટલેકે પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનટેક્ષ અને વ્હીકલ ટેક્ષ એ અંદાજપત્રમાં નક્કી થયેલ લક્ષ્યાંકને સિધ્ધ કરી તેનાથી પણ ખૂબ વધુ આવક મેળવેલ છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઐતિહાસિક અને પ્રશંસનીય બાબત છે.

મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૨૩/૨૩માં બજેટ લક્ષ્યાંક - ૧૬૪૧.૦૪ કરોડ રાખવામાં આવ્યો હતો જેની સામે ૧૯૦૯.૬૩ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વર્ષ - ૨૦૨૧/૨૨ બજેટ લક્ષ્યાંક - ૧૪૨૦ કરોડ હતો જેની સામે ૧૫૫૩.૨૩ કરોડની આવક નોંધાઈ હતી. આમ, કુલ ટેક્ષની આવકમાં છેલ્લા બે વર્ષમાં ૫૦૦ કરોડથી પણ વધુ વધારો એટલે કે ૩૮% થી પણ વધુ વધારો નોંધાયો છે. પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી  કુલ રૂા. ૧૯૦૯.૬૩ કરોડ જેટલી વસૂલાત થયેલ છે. જે ગઇ સાલની કુલ આવક રૂપિયા ૧૫૫૩.૨૩ કરોડ કરતાં રૂપિયા ૩૫૬.૪૦ કરોડ જેટલો વધારો થયેલ છે. ફકત ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પ્રોપર્ટી ટેક્ષની આવક રૂપિયા ૭૩.૫૨ કરોડ થયેલ છે. ચાલુ વર્ષ પૂરતી જ જૂના બાકી ટેક્ષ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે ૨૦ વર્ષ બાદ‘One Time Satlement’ જેવી યોજના તારીખ ૧૪-૦૨-૨૦૨૩થી માત્ર ૪૫ દિવસ માટે મૂકવામાં આવેલ. જે અંતર્ગત કોઇપણ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતના કરદાતા સને ૨૦૨૨-૨૩ સુધીનો સંપૂર્ણ ટેક્ષ ભરપાઇ કરે તો તેવી તમામ મિલકતોને સને ૨૦૨૧-૨૨ સુધીના જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા ની વ્યાજની રકમમાં ૧૦૦% ઇન્સેન્ટીવ રીબેટ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ડીમ્પ્યુટેડ પ્લેટમાંથી ૩,૪૭,૧૪૦ પ્લેટ ચોખ્ખી થયેલ છે. જેથી ડીમ્પ્યુટેડ પ્લેટમાં ૩૩% નો ઘટાડો થયેલ છે. આ યોજના તારીખ ૧૪-૦૨-૨૦૨૩ થી તારીખ ૩૧-૦૩-૨૦૨૩ સુધી જુની ફોર્મ્યુલાનો રૂપિયા ૪.૮૬ કરોડ, નવી ફોર્મ્યુલા એરીયર્સનો રૂા.૨૮૯.૦૯ કરોડ તથા ચાલુ વર્ષનું રૂ?. ૨૨૮.૭૭ કરોડ સાથે સને ૨૦૨૨-૨૩ની કુલ આવક રૂા. ૧૫૦૬.૫૪ કરોડ આવેલ છે. જેથી આ સમયગળા દરમ્યાન કુલ ૨૦૩.૧૮ કરોડ જેટલી માતબર રકમનું રીબેટ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે ટેક્ષ રીકવરીની ઝુંબેશ અંતર્ગત આશરે ૧,૧૮,૪૧૩ જેટલી મિલકતોને સીલ મારવામાં આવેલ છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે, ચાલુ વર્ષની ૧૨૫૪ કરોડના ડિમાન્ડ સામે ૧૦૦૧ કરોડ જેટલી રકમનો ટેક્ષ ભરાયેલ છે. જે કરંટ ટેક્ષ રીકવરીનો રેશીયો ૮૦% જેટલો ગણાય, જે કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલા વાર ઘટના બની છે.

 

(11:44 am IST)