Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વેકસીન અંગેની ગેરસમજ તથા ભય દૂર કરવાના ટોચના અધિકારીઓના સરાહનીય પ્રયાસો સફળ

ભારતે વેકસીન દ્વારા વિશ્વભરમાં ડંકો વગાડયો છે ત્યારે લોકોમાં રહેલ ખોટી ગેર સમજણ કે ડર સંયુકત પ્રયાસોથી દૂર થશે તેની ૧૦૦ ટકા ખાત્રી છે : સુરત સીપી અજયકુમાર તોમર અને અમદાવાદ જોઇન્ટ સીપી અજય ચોધરી દૃઢતાપૂર્વક માને છે. : અમદાવાદ કલેકટર અને ડીડીઓ પણ સીપી અને જોઇન્ટ સીપી વિગેરે ટીમ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી વેકસીન : લય પ્રેરક બળ લોકો સાથે તંત્રને પુરૂ પાડયું

રાજકોટ, તા.ર : વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પગલે પગલે ગુજરાતના સિનિયર લેવલનાં આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ દ્વારા તંત્ર અને લોકોમાં વેકિસન વિષેની તમામ ગેરસમજ સમાજ દૂર થાય તે માટે સામૂહિક રસી કરણ કાર્યક્રમ દ્વારા પ્રશંસનીય પ્રયાસ થયો હતો.                            લોકોમાં વેકિસન અંગે જે ખોટો ડર છે તે અમારા આવા પ્રયાસોથી દૂર થશે તેવી અમોને ફકત આશા નહિ પૂરી ખાત્રી છે તેમ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી દૃઢતા પૂર્વક માની રહ્યા છે.       

વેકિસનના બીજા તબક્કાના કાર્યક્રમમા ઉત્સાહભેર ભાગ લેનારા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ એવું માને છે કે સ્વદેશી વેકિસનની શોધ દ્વારા ભારતે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.લોકોને સલામત રાખવા પોલીસ ફોજને પ્રથમ સુરક્ષિત કરવી અનિવાર્ય છે. પોલિસ સેનાપતિ દ્વારા આવી પહેલ પોલીસ અને લોકોમાં ખૂબ સારા સંદેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસોને બળ મળશે                                            

હર હંમેશ લોક જાગૃતિ કાર્યક્રમ માટે મોખરે રહેતા અમદાવાદ કલેકટર સંદીપ સાંગ્લે અને ડીડીઓ મહેશ બાબુ પણ ટીમ વર્ક દ્વારા અનેરું અભ્યાન આગળ ચલાવવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી તથા ઝોન ૪ ના ડીસીપી રાજેશ ગઢીયા સાથે સામેલ થઈ અભૂતપૂર્વ ટીમ વર્ક નો સંદેશ આપી લોકોના મનમાં રહેલા પ્રશ્નોેનો ઉતર આપી દીધા હતા.  આજ રીતે રૂડાના CEO સીઇઓ ચેતનભાઈ ગણાત્રા સહિત ના GAS કેડર ના અફસરો પણ આ લોક જાગૃતિ પ્રવૃતિમાં જોડાઈ અને પોતાનું યોગદાન આપેલ.

(3:14 pm IST)