Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આ વખતની ચૂંટણી પાંચ વર્ષ માટે નથી. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ ક્યા હોય તેના માટે સરકાર બનાવવાની છે.: પીએમ મોદી

 વડાપ્રધાન મોદીએ કલોલમાં જંગી રેલી સંબોધી બાદ બીજી સભા માટે છોટાઉદેપુર પહોંચ્યા :સાબરકાંઠાના હિંમતનગરમાં સભા સંબોધી

અમદાવાદ:રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે બીજી બાજુ બીજા તબક્કાના મતદાન આડે હજુ 4 દિવસ બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. આજે ત્રણ સભાને સંબોધન કરશે અને ત્યારબાદ અમદાવાદમાં રોડ શો યોજશે. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ કાલોલમાં જંગી રેલી સંબોધી હતી.ત્યારબાદ બીજી સભા માટે વડાપ્રધાન મોદી છોટાઉદેપુર પહોંચ્યા હતા અને ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગરમાં સભા સંબોધી હતી.  

હિંમતનગરમાં જન સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે આજે પ્રથમ ચરણનું મતદાન થઇ રહ્યુ છે.પૂરજોશથી અને શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યુ છે.મે જોયુ છે આ ચૂંટણી ન નરેન્દ્ર કે ભૂપેન્દ્ર આ ચૂંટણી ગુજરાતની જનતા લડી છે. જ્યાં જાવ ત્યાં એક નારો સંભળાય છે ફીર એક બાર...

આ વખતની ચૂંટણી પાંચ વર્ષ માટે નથી. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ ક્યા હોય તેના માટે સરકાર બનાવવાની છે.બધા જ કહે છે દેશના પહેલા વડાપ્રધાન સરદાર પટેલ હોત તો દેશની દિશા જ જુદી હોત,ગુજરાતની 25 વર્ષમાં વિકસીત ગુજરાત બનાવવું છે. ઉત્તરગુજરાતમાં પહેલા પાણી વિના વલખા મારતા હતા. 20 વર્ષમાં મગફળીની વાવણી બે ગણી થઇ ગઇ, આજે સાંબરકાંઠામાં 5 ગણી વધારે શાકભાજી થાય છે. ભાજપે નક્કી કર્યુ છે કોંગ્રેસની બધી જ ભૂલો સુધારવી છે.ડબલ એન્જિનની સરકાર હોય ને એટલે ડબલ બેનિફિટ થતા હોય છે, ડબલ મહેનત પણ થતી હોય છે, અને ડબલ પરિણામ પણ મળતા હોય છે. કોંગ્રેસના રાજમાં 4 કરોડ ફર્જી રાશન કાર્ડ હતા, આ બધું આપણે બંધ કરાવી દીધું. કોંગ્રેસ સરકાર જ્યારે હતી ત્યારે આઠ વર્ષમાં 600 કરોડ રૂપિયાના દાળ-કઠોળ, તેલીબિયાં ખરીદ્યા હતા, આ તમારા દીકરાએ આઠ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાના તેલીબિયાં, કઠોળ, દાળ ખેડૂતો પાસેથી ખરીદ્યા છે. ગુજરાતે ક્યારેય આશીર્વાદમાં ખોટ નથી પડવા દીધી,આજે ગુજરાતના લોકોના દિલ-દિમાગમાં ભાજપ માટે એક ભરોસો છે અને ભરોસો હોય ને ત્યાં આશીર્વાદની ખોટ ના પડે.આ સરકાર વધુ તાકાતથી બને તેના માટે સાબરકાંઠા જિલ્લો મક્કમ છે.-બધા જ પુલીંગ બુથમાં જૂના રેકોર્ડ તોડવાના છે.

બધાને મળવા જાવ ત્યારે કહેજો આપણા નરેન્દ્રભાઇ હિંમતનગર આવ્યા હતા. બધાને પ્રણામ પાઠવ્યા છે. મને વડીલોના આર્શીવાદની બહુ જરૂર હોય છે. તેના આર્શીવાદ મારા માટે પ્રેરણા છે.તેનાથી મને ઉર્જા મળે છે.દેશ માટે રાત-દિવસ કામ કરવાની મને તાકાત મળે છે.

(7:39 pm IST)