Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુરત:વરાછા વિસ્તારમાં ટેક્સ્ટાઇલ વેપારીઓ સાથે 3.95 કરોડની ઠગાઈ આચરનાર આરોપીને જામીન અદાલતે રદ કર્યા

સુરત:વરાછા ખાતે ગ્લોબલ માર્કેટમાં દુકાન ખોલીને સુરતના ટેક્ષટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ. 3.95 કરોડની કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદીને પેમેન્ટ નહીં આપી ઠગાઈના ગુનામાં  વરાછા પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે. વરાછા ખાતે ગ્લોબલ માર્કેટમાં એડીએસ કલ્ચર તથા આરએનસી એન્ટરપ્રાઈઝના નામે દુકાનો ખોલીને આરોપી સંચાલકો જનક છાટબાર,સ્મીત ચંદ્રકેતુ છાટબાર,અનસ ઈકબાલ મોતીયાણી,અઝીમ રફીક પેનવાલા,રવિ તથા અશ્નિન જેઠુભા ગોહીલ વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદી તથા અન્ય વેપારીઓ વપાસેથી કુલ રૃ3.95 કરોડની કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. બાદમાં પેમેન્ટ કર્યા વગર માલ બારોબાર ઓછા ભાવે વેચી માર્યો હતો. વેપારીઓની ફરિયાદ બાદ વરાછા પોલીસે આરોપી અઝીમ રફીક પેનવાલા(રે.સનાબીલ એપાર્ટમેન્ટ, લાલગેટ,રાણી તળાવ) દિક્ષીત બાબુ મિયાણી સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી અઝીમ પેનવાલાએ પ્રથમદર્શનીય કેસના અભાવે જામીન માંગ્યા હતા.  જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ અશોકકુમાર પંચોલીએ જણાવ્યું હતું કે હાલના આરોપી વિરુધ્ધ અન્ય 18 કરોડની છેતરપીંડીનો પણ ગુનો નોંધાયો છે. આ કેસના અન્ય ઈરોપી અનસ દુબઈ નાસી ગયો છે. સહ આરોપીઓને પકડવાના બાકી છે. આરોપી અઝીમ પેનવાલા મુખ્ય કાવતરાખોર હોઈ જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડવા તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. આ કેસના સહ આરોપી જનક છાટબાર તથા અશ્વિન ગોહીલની આગોતરા જામીનની માંગ કોર્ટે નકારી કાઢી છે

(5:56 pm IST)