Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

અમદાવાદમાં યુવતિના અશ્‍લિલ ફોટા અને વીડિયો તેના પીરવાર અને સ઼બંધીઓને મોકલી આપવાની ધમકી આપીને 17 લાખ પડાવી લીધા

આરોપી વિરૂદ્ધ દુષ્‍કર્મ, છેતરપીંડી અને બ્‍લેક મેઇલીંગની કલમો હેઠળ ધરપકડ

અમદાવાદ: આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે શહેરની એક યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ યુવતીના નગ્ન ફોટા અને વિડીયો તેના પરિવાર અને સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપી રૂપિયા 17 લાખ પડાવી લીધા હતા. જે આરોપી વિરુધ્ધ બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેઈલીંગની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ ઘટનામાં પોલીસે ઘરપકડ કરેલ શખસનું નામ અકિલ મિરઝા છે. જેણે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ યુવતીના ન્યુડ ફોટા-વિડીયો તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાથે જ આરોપી બિટકોઈન અને શેર માર્કેટમાં રોકાણ કરતો હોવાથી યુવતીને પણ સારુ વળતર મળશે તેની લાલચ આપી રૂપિયા 17 લાખ પડાવી લીધા હોવાનુ સામે આવ્યુ છે.

મહત્વનુ છે કે આરોપી અકિલ અને ભોગ બનનાર યુવતી સોશિયલ મિડીયા થકી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીએ અવારનવાર યુવતીનો ઉપયોગ કરી ક્યારેક રૂપિયા તો ક્યારેક તેની ઈજ્જત લુંટતો રહ્યો. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી અકિલની ધરપકડ કરી તેનો ફોન અને તેને રોકેલા રૂપિયા અંગે તપાસ હાથ ઘરી છે.

હાલ ગાયકવાડ હવેલી પોલીસે બળાત્કાર, છેતરપિડી અને બ્લેકમેઈલીંગના ગુનામા આરોપીની ધરપકડ કરી તેના વિરુધ્ધ પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપી અને ફરિયાદીના મેડિકલ પરિક્ષણ કરાવી સાયન્ટિફીક પુરાવા પણ એકઠા કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ હકિકત સામે આવે છે તે આગામી બતાવશે.

(5:40 pm IST)