Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જો દવાથી ખેંચ કાબુમાં ન આવે તો જ સર્જરી કરવી પડેઃ ડો.ચર્તુભુજ રાઠોર

વડોદરાની ઝાયડસ હોસ્‍પિટલમાં હિરેનભાઈ તોલીયા ઉપર સફળ સર્જરી

(કેતન ખત્રી), અમદાવાદઃ ખેંચ એક બ્રેઈનની બીમારી છે કે જેમાં દર્દી વારે ઘડીએ બેભાન થઈ જાય, પડી જાય અને એના શરીરમાં અનિયંત્રિત ઝાટકા વાગી શકે. ડોકટરની સલાહ પ્રમાણે યોગ્‍ય સારવાર કરવાથી ૭૦ટકા દર્દીઓમાં ખેંચની બીમારી દવાઓથી કંટ્રોલ થઈ શકે છે. પરંતુ ૩૦ ટકા દર્દીઓમાં દવા સંપૂર્ણપણે કામ કરતી નથી અને દવા આપતા છતાંય ખેંચને કંટ્રોલ કરી શકાતી નથી. અનિયંત્રિત ખેંચની બીમારીને કારણે દર્દીને જીવનમાં ઘણી તકલીફો થઈ શકે છે. આવા દર્દીઓ કે જેમાં દવાથી ખેંચ કંટ્રોલના થાય, એમાં થોડા ઘણા દર્દીઓમાં સર્જરીથી ખેંચની બીમારીને મટાડી શકાય છે.
આવા જ એક દર્દીની સફળ સર્જરી વડોદરાની ઝાયડસ હોસ્‍પિટલમાં હાલમાં કરવામાં આવેલ છે. હિરેનભાઈ  તોલીયા છેલ્લા ૧૫ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. ઘણા ન્‍યુરોલોજીસ્‍ટને દેખાડયા છતાં અને ૬થી વધારે દવા લેવા છતાં એમની ખેંચ કાબુમાં આવતી ન હતી. એમને વડોદરામાં ડો.ચતુર્ભુજ રાઠોરનો સંપર્ક કર્યો હતો. દર્દીને તપાસ્‍યા બાદ અને વિડિઓ EEGની રિપોર્ટ પછી એમને ઓપરેશનની સલાહ આપી હતી. ૧૫ દિવસ પહેલા ઝાયડસ હોસ્‍પિટલમાં ડો.ભગવતી સલગોત્રા દ્વારા આની સફળ સર્જરી કરવામાં આવી હતી. તેમજ ચાલુ સર્જરી દરમ્‍યાન EEG¬ની તપાસ કરવામાં આવી હતી અને એના માટે વિશેષ એનેસ્‍થેસિયા ડો.રાકેશ શાહ, ડો.કન્‍હૈયા, ડો.અંકિત હેદપરા અને ડો.અવઋતિની ટીમ દ્વારા આપવામાં આવેલ હતો.
આ સમયે ડો.ચતુર્ભુજ રોઠોરે માહિતી આપી હતી કે ખેંચની સર્જરી એક જટિલ સર્જરી છે અને એના માટે યોગ્‍ય દર્દીની પસંદગી ખુબ જ અગત્‍યની છે. બધા દર્દીઓમાં ખેંચની સર્જરી શકય નથી હોતી અને એની જરૂર પણ નથી હોતી. જો દવાથી ખેંચ કાબુમાંના આવે ત્‍યારે જ સર્જરીની જરૂર પડે છે. ખેંચની સર્જરી માટે યોગ્‍ય દર્દીની પસંદગી કરવા માટે અનુભવની અને ઘણા ટેસ્‍ટની જરૂર પડતી હોય છે.

 

(3:26 pm IST)