Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

થોક મોંઘવારી દરમાં ઘટાડોઃ જાન્યુઆરીમાં ઘટીને ૨.૮૪ ટકા થયોઃ ખાદ્યના ભાવ ઘટયા

રાજકોટ, તા.૧૬ : થોક મોંઘવારી દરમાં ઘટોડો જોવાયો છે. જાન્યુઆરીમાં થોક મોંઘવારી દર ઘટીને ૨.૮૪ ટકા રહ્યો છે. જે ગત વર્ષ ડિસેમ્બરમાં થોક મોંઘવારી દર ૩.૫૮ ટકા રહી હતી. ખાધ મોંધવારી દરમાં પણ સારો ઘટાડો જોવાયો છે. માસિક આધાર પર જાન્યુઆરીમાં ખાધના મોંઘવારી દર ૨.૯૧ ટકા થી ઘટીને ૧.૬૫ ટકા રહ્યો છે. જયારે જાન્યુઆરીમાં કોરના મોંઘવારી દર ૩.૧ ટકા થી વધીને ૩.૫ ટકા રહ્યો છે.

જાન્યુઆરીમાં મૈન્યુફેકચર્ડ પ્રોડ્કટસના મોંઘવારી દર ૨.૬૧ ટકા થી વધીને ૨.૭૮ ટકા રહ્યો છે. જયારે  જાન્યુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સના મોંઘવારી દર ૩.૮૬ ટકા થી ઘટીને ૨.૩૭ ટકા રહ્યો છે. શાકભાજીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ૫૬.૪૬ ટકાથી ઘટીને ૪૦.૭૭ ટકા પર આવી ગઈ છે. જાન્યુઆરીમાં ફ્યૂલ, પાવરના ડબ્લ્યૂપીઆઈ મોંદ્યવારી દર ૯.૧૬ ટકાથી ઘટીને ૪.૦૮ ટકા પર આવી ગઈ છે. મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં માંસ-માછલી અને ઇંડાના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ૧.૬૭ ટકાથી ઘટીને ૦.૩૭ ટકા પર આવી ગઈ છે.

 

(10:17 am IST)