Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

અડદ-મગની ટેકાના ભાવથી ૫.૬૦ લાખ ટનની ખરીદીઃરૂ.૩૦૭૭ કરોડની ચુકવણી

કેન્દ્ર સરકારે દેશમાંથી ખરીફ સીઝનની ટેકાના ભાવે કરી ખરીદી

રાજકોટ, તા.૧૬ : કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સીઝનમાં અડદ અને મગની ટેકાના ભાવથી ૫.૬૦ લાખ ટનની ખરીદી કરી છે. આ ખરીદી પેટે સરકારે ખેડૂતોને ૩૦૭૭ કરોડની ચુકવણી કરી છે.

સરકારી આંકડા મુજબ સરકારી એજન્સીઓએ રાજસ્થાનમાંથી અડદ અને મગની ૩,૯૩,૦૫૯ ટન, મહારાષ્ટ્રમાંથી ૬૪૦૯૮ ટન, કર્ણાટકમાંથી ૩૫૦૮૫ ટન, ગુજરાતમાંથી ૧૯૫૫૦ ટન અને ઉત્તર પ્રદેશમાંથી ૧૭૪૩૪ ટનતેની ખરીદી કરી હતી. સરકારી એજન્સીઓ દ્વારા કઠોળની ખરીદી માટે ૪૭૨ સેન્ટરો ખોલાયા હતા.

(10:15 am IST)