Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઘઉં બજારમાં ઘરાકીનો આભાવ સાંકડી વધ ઘટે અથડાતા ભાવ

બજારનો ટોન સરકારની નીતિ ઉપર નિર્ભર

રાજકોટ તા. ૪ : ઘઉં બજારમાં ઘરાકી નહિવત જોવા મળે છે ખાનારવર્ગની પણ ખપપુરતી ખરીદી દેખાઈ છે અને ભાવમાં સાંકડી વધઘટે અથડાયા કરે છે ખાસકોઈ મોટી વધઘટ જોવા મળતી નથી રાજકોટમાં ઘઉંની સરેરાશ ૫૦૦ થી ૭૦૦ ગુણીની આવક થઇ રહી છે. અબને ભાવ ૨૦ કિલોના મિલબરમાં ૩૨૮ થી ૩૩૧ સુધી બોલાય રહ્યાં છે જયારે સારી કવોલિટીના ૩૫૦ થી ૪૦૦ વચ્ચે ભાવ જોવાઈ રહ્યાં છે અમદાવાદની મિલોના ભાવ ૧૮૩૫ની સપાટીએ ટકેલા છે આગામી દિવસોમાં બજારનો ટોન સરકારી નીતિ ઉપર નિર્ભર રહેશે તેમ જણાવાઈ છે.

(8:56 am IST)