Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અજય સાથે તબ્‍બુ ફરી પોલીસ ઓફિસર

અજય દેવગણ અને તબ્‍બુએ દ્રશ્‍યમ-૨ દ્વારા દર્શકોને ભરપુર મનોરંજન આપ્‍યું છે. હવે આ બંને ફરી એક વખત સાથે આવી રહ્યા છે. તબ્‍બુ ફરી પોલીસ ઓફિસર બની છે. આ ફિલ્‍મનું નામ ભોલા છે.  ટીઝર સામે આવ્‍યું હતું જેમાં અજય હાથમાં શ્રીમદ્દ ભગવત ગીતા અને કપાળે રાખ લગાવતો દેખાયો હતો. હવે તબ્‍બુનો પહેલો લૂક સામે આવ્‍યો છે. જેમાં તે  ગોગલ્‍સ અને હાથમાં બંદૂક સાથે ખૂબ જ ઇન્‍ટેન્‍સ લૂકમાં જોવા મળી રહી છે. તબુનું પોસ્‍ટર શેર કરતા અજયે લખ્‍યું છે કે-એક ખાકી-સૌ શૈતાન.  અજયનું પોસ્‍ટર રિલીઝ થયા બાદ જ આ પોસ્‍ટર સોશિયલ મીડિયાના ટ્રેન્‍ડિંગ લિસ્‍ટનો એક ભાગ બની ગયું છે. ચાહકો પોસ્‍ટરમાં તબ્‍બુના લૂકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.  ભોલા સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ છે. જેમાં અજય દેવગન એક્‍શન કરતો જોવા મળશે. આ ફિલ્‍મનું તેણે નિર્માણ કર્યુ છે અને નિર્દેશક પણ તે પોતે છે. આ ફિલ્‍મ ત્રીસમી માર્ચના સિનેમાઘરોમાં આવશે.

(11:53 am IST)