Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રેસ-૩ માટે કરવી પડશે ખાસ મહેનતઃ સલમાન ખાન

સલમાન ખાનની ટાઇગર જિંદા હૈ સડસડાટ ચાલી છે. એક્શન, થ્રિલર દર્શકોને પસંદ પડ્યા છે. આ ફિલ્મના એક્શન દ્રશ્યો માટે સલમાન અને કેટરીનાએ ખાસ તાલિમ લીધી હતી. જા કે કોઇપણ ફિલ્મ માટે સલમાન એક્શન દ્રશ્યોની ખાસ અને કઠોર તાલિમ પહેલેથી જ લઇ લેતો હોય છે. ગયા વર્ષે અલી અબ્બાસના નિર્દેશનમાં બનેલી  સુલતાન ફિલ્મ માટે પણ સલમાને જબરદસ્ત તાલિમ લીધી હતી. હવે તે વધુ એક એક્શન થ્રિલર રેસ-૩ના કામમાં વ્યસ્ત થશે. આ ફિલ્મમાં પણ જારદાર એક્શન દ્રશ્યો જાવા મળશે. સલમાન કહે છે સુલતાન અને ટાઇગર જિંદા હૈ માટે મારી તાલિમ અને શારીરિક ફિટનેસનું લેવલ અલગ હતું. રેસ-૩ના એક્શન દ્રશ્યો તદ્દન અલગ હશે અને આ માટે નવેસરથી મારે કામ કરવું પડશે. ફિલ્મની જરૂરિયાત મુજબ શેપમાં રહેવું પડે છે.

(9:02 am IST)