Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં તેના ભાઈ કુશ સિન્હાએનઆઇ ફિલ્મમાં જોવા મળશે

'નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ' નું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર સોનાક્ષીએ કર્યું : લખ્યું – “ટૂંક સમયમાં આવી રહ્યું છે”

મુંબઈ તા.28 : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના ભાઈ કુશ સિંહા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'માં ટૂંક સમયમાં જ જોવા મળશે. જેનો ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતાં સોનાક્ષીએ લખ્યું હતું કે, 'નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ ટૂંક સમયમાં આવી રહ્યું છે. કુશ સિંહા આ ફિલ્મથી પોતા દિગ્દર્શક તરીકેનાં કરિયરની શરૂઆત કરશે અને હું પીઢ કલાકારો પરેશ રાવલ સર અને સુહેલ નૈય્યર સાથે સ્ક્રીન શેર કરીશ.’

(9:33 pm IST)