Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

મોડેલિંગમાં ન જામતાં અભિનય શરૂ કર્યો હતો આમના શરીફે

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી આમના શરીફને હવે પરિચયની કોઇ જરૂર નથી. કહીં તો હોગા નામના ટીવી શોમાં કશીશનો રોલ નિભાવી એ પછી કસોટી જિંદગી કી-૨માં કોમોલીકા બનીને ઘર ઘરમાં જાણીતી બનેલી આમનાએ પોતાના દરેક પાત્રો દ્વારા દર્શકોના દિલમાં નામના બનાવી છે. અભિનયની દુનિયામાં આવી એ પહેલા આમના મોડેલિંગ કરતી હતી. ચાલીસ વર્ષની થઇ ગયેલી આમનાનો જન્‍મ અને ઉછેર મુંબઇમાં જ થયા છે. તેણે કહયું હતું કે અભિનયની શરૂઆત કરી એ પહેલા મેં અનેક બ્રાન્‍ડ માટે મોડેલિંગ કર્યુ હતું. જો કે તેમાં સફળતા મળી નહોતી. અંતે મોડેલિંગ છોડીને અભિનય કરવાનું વિચાર્યુ હતું અને ઓડિશન આપવાનું શરૂ કરતાં કહીં તો હોગામાં કશિષનો રોલ મળી ગયો હતો. એ પછી અનેક સિરીયલોમાં કામ મળતું થઇ ગયું હતું. આમનાએ ટીવી શો ઉપરાંત ફિલ્‍મોમાં પણ કામ કર્યુ છે. હાલના વર્ષમાં તે ડેમેજ્‍ડ-થ્રી અને આધાર ઇશ્‍કમાં જોવા મળી છે.

(10:40 am IST)