Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

બીજી ઇનિંગની સફળતા ઓટીટીને કારણેઃ સંજય

અનિલ કપૂરના ભાઇ એવા સંજય કપૂરે બોલીવૂડમાં ૧૯૯૫માં એન્‍ટ્રી કરી હતી. પ્રેમ, રાજા, કર્તવ્‍ય જેવી ફિલ્‍મો આ એક જ વર્ષમાં આવીગઇ હતી. એ પછી તેણે અહિ સતત અલગ અલગ ફિલ્‍મોમાં એક એકથી ચડીયાતા રોલ કર્યા છે. ટીવી પરદે પણ તે કરિશ્‍મા, દિલ સંભલ જા જરા, ફેશન સ્‍ટ્રીટ જેવા શો કર્યા છે. ડિજીટલ માધ્‍યમમાં પણ તે ધ લાસ્‍ટ અવર, ધ ફેમ ગેમ, ધ ગોન ગેમ સહિતની સિરીઝ કરી ચકુ્‌યો છે. સંજય કહે છે મારી બીજી ઇનિંગની સફળતાનો શ્રેય હું ઓટીટી પ્‍લેટફોર્મને આપીશ. કારણ કે આ પ્‍લેટફોર્મની મહેરબાનીને લીધે જ મને સારા રોલ ઓફર થઇ રહ્યા છે. હવે મારી બે ફિલ્‍મો પણ આવી રહી છે. જેમાં એક શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસ અને બીજી અલી અબ્‍બાસ જફરની ડેડી સામેલ છે. ડેડીમાં મારી સાથે શાહિદ કપૂર અને રોનીત રોય તથા ડાયેના પેન્‍ટી છે. સંજય સ્‍પષ્‍ટ કહે છે કે ઓટીટીને કારણે જ મને કંઇક નવું કરવાની તક મળતી થઇ છે. હવે હું એક સારા પ્રોજેક્‍ટની રાહમાં છું.

(10:40 am IST)