Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

મારું પાત્ર ખુબ મહત્‍વનું બની રહ્યું છેઃ વાણી

વાણી કપૂરે બોલીવૂડમાં નવ વર્ષ જેટલો સમય પસાર કરી લીધો છે. આ સમયમાં તેણે સાત ફિલ્‍મો જ કરી છે. જો કે આમ છતાં તે દર્શકોમાં ખુબ જાણીતી બની ગઇ છે. હાલમાં જ તેની રણબીર કપૂર સાથેની સમશેરા રિલીઝ થઇ છે. વાણી કહે છે આ ફિલ્‍મમાં નિર્દેશકે મને ડાન્‍સ કરવા પુરતી સિમીત નથી રાખી. મેં ભજવેલા સોના નામની છોકરીનું પાત્ર ખુબ મહત્‍વનું છે. તે શમસેરાની તાકાત બને છે. વીણા કહે છે શુધ્‍ધ દેસી રોમાન્‍સ પછી મને દેસી રોલ જ ઓફર થતાં હતાં. બેફિક્રે પછી પહેલી વખત મને એક ટીપીકલ હિરોઇન તરીકે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્‍મમાં હું મહત્‍વનો ભાગ છું. વાણી કહે છે કલાકાર તરીકે હું જે જે ફિલ્‍મો ઓફર થઇ છે તેમાંથી સોૈથી બેસ્‍ટ હોય એને જ પસંદ કરુ છું. એકના એક પ્રકારના રોલ હું કદી નિભાવીશ નહિ. વધુ ફિલ્‍મો કરવા કરતાં સારી ફિલ્‍મો કરવી મને યોગ્‍ય લાગે છે.

(10:41 am IST)