Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

શુક્રવારે રિલીઝ થશે રંગબાઝની ત્રીજી સિઝન

વેબ સિરીઝની દુનિયામાં રાજકારણ અને ક્રાઇમને લગતી વધુ એક સિરીઝ આવી રહી છે. રંગબાઝ-ડર કી રાજનીતિ નામની સિરીઝની ત્રીજી સિઝન આગામી ઓગણત્રીસમી જુલાઇના રોજ ઝી ફાઇવ પર આવી રહી છે. આ સિરીઝમાં બિહારના હારૂનશાહ અલી બેગની કહાની છે. જે શોષણ મારફત પૈસા અને સત્તા મેળવે છે. તેનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ માટે કરે છે. ત્રીજી સ્‍ઝિનમાં હારૂન શાહ અલી બેગ (વિનીત કુમાર સિંઘ)ની સફરનો ઉલ્લેખ છે. જે બિહારના નાનકડા શહેરનો વ્‍યક્‍તિ છે અને દેશના પ્રભાવશાળી બળવાન વ્‍યક્‍તિઓમાંનો એક બન્‍યો હતો. તેણે રોબીનહૂડના પગલે ચાલીને શોષણ દ્વારા સત્તા અને પૈસા મેળવ્‍યા હતાં અને જરૂરીયાતમંદોને મદદ કરી હતી. તેની સામે બત્રીસથી વધુ ગુના નોંધાયા છે. ગેંગસ્‍ટર વિરૂધ્‍ધ સત્તાની આ લડાઇમાં કોણ જીતશે તે આ સિરીઝમાં જોવા મળશે.

(10:37 am IST)