Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સ્વ. ગાયક ગુલશન કુમારની પુત્રી તુલસીએ આપ્યો પુત્રને જન્મ

મુંબઈ: ફેમસ સિંગર અને ટી-સીરીઝ કંપનીના માલિક સ્વર્ગીય ગુલશન કુમારની પુત્રી તુલસી કુમાર માતા બની છે. તુલસી કુમારે રવિવારે પુત્રને જન્મ આપ્યો છે. તેમણે તેમના પુત્રનું નામ શિવાય રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, તુલસીએ ખુદ ટ્વીટર પર તેની પ્રેગ્નન્સીની ખબર એનાઉન્સ કરી હતી.પ્રેગ્નન્સીના સમયમાં તુલસી કુમારે મેટરનીટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તુલસી બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી હતી. આ ફોટોશૂટનાં ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફોટોશૂટમાં તુલસી કુમારના પતિ હિતેશ રલ્હાન પણ નજર આવી રહ્યા છે.

તુલસી કુમારે 22 ફેબ્રુઆરી, 2015ના રોજ બિઝનેસમેન હિતેશ રાલ્હન સાથે મેરેજ કર્યા હતા. હિતેશ રાલ્હન જયપુરનો ફેમસ બિઝનેસમેન છે. હિતેશ અને તુલસીની મુલાકાત એક કોમન ફ્રેન્ડના મેરેજમાં થઈ હતી. ત્યારબાદ બન્નેને લવ થયો અને ૨૦૧૪ માં સગાઈ કરી હતી.ઉલ્લેખનીય છે કે, પિતા ગુલશન કુમારના મૃત્યુ પછી તુલસીના ભાઈ ભૂષણ કુમારે ટી-સીરીઝ કંપનીની કમાન સંભાળી તો બીજી તરફ, તુલસીએ સિંગિંગમાં કારકિર્દી બનાવી

(5:31 pm IST)