Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાગિન ફેમ મૌની રોયે સાઈન કરી દબંગ-3

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનની હિટ ફિલ્મ સિરિઝ દબંગની ત્રીજી કડીમાં બીગ બોસ ફેમ મૌની રોયને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. પહેલી બે કડીમાં સલમાન સાથે સોનાક્ષી સિંહા ચમકી હતી. ત્રીજી કડી માટે પણ સોનામક્ષીને તો સાઇન કરવામાં આવી જ છે. ઉપરાંત વધુ એક હીરોઇનને લેવાની સલમાનની ઇચ્છા હતી. અગાઉ એવા અહેવાલ પ્રગટ થયા હતા કે સલમાનની રુમાનિયન દોસ્ત લુલિયા વન્તુરને લેવામાં આવશે પરંતુ લુલિયાએ પોતાને બોલિવૂડમાં કારકિર્દી બનાવવામાં રસ નથી એમ કહીને ના પાડી હતી. આ અંગે લેટેસ્ટ માહિતી મુજબ બીગ બોસ ૧૦માં ચમકી ગયેલી અભિનેત્રી મૌની રોયને બીજી હીરોઇન તરીકે દબંગ થ્રી માટે સાઇન કરવામાં આવી હતી. મૌની હાલ અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ કરી રહી છે. એની પર્સનાલિટી અલગ ટાઇપની છે અને સલમાને એને દબંગ થ્રી માટે સાઇન કરાવડાવી હતી.

(5:31 pm IST)