Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પેડમેનનું ટાઇટલ સોન્ગ 'આજ સે તેરી' રિલીઝ

મુંબઈ: ક્રિસમસના તહેવાર પર બોલીવુડના અભિનેતા અક્ષય કુમારની આગામી સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ પેડમેનનું ટાઇટલ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું હતું.

ફિલ્મના ગીત પર નજર નાખીયે તો આ ગીતની શરૂઆત લગ્નની કંકોત્રીથી થાય છે ગીતમાં અક્ષયની સાથે રાધિકા આપ્ટે અને સોનલ કપૂર નજરે પડે છે. ગીતમાં  અવાજ મીકા સિંહનો છે. કોસર મુનીરે આ ગીતને લખ્યું છે.આ ફિલ્મ 26 જાન્યુઆરી 2018ના રિલીઝ થવાની છે.

(5:31 pm IST)