Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ થઇ રાજકુમાર રાવની ફિલ્મ 'શાદી મેં જરૂર આના'

મુંબઈ: બોલીવુડના અભિનેતા રાજમુકર રાવની તાજેતરમાં રિલીઝ થયલે ફિલ્મ 'શાદી મેં જરૂર આના' શનિવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ કરવમાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કૃતિ ખરબંદાએ કામ કર્યું છે. આ ઉપરાંત રવિવારે અન્ય મંત્રાલયોમાં પણ રજૂ કરવામાં આવી હતી.

ફિલ્મ નિર્માતા વિનોદ બચ્ચને જણાવ્યું કે અમને રાષ્ટ્રપતિની ઑફિસથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે મંત્રાલયમાં આ ફિલ્મ રજૂ કરવામાં આવે કેમ કે આ ફિલ્મના સારા પ્રતિસાદ જોવા મળ્યા છે આ ફિલ્મ નાના ગામડા  પર આધારિત છે. જેમાં આઇપીએસ અધિકારીના સાહસની વાતો દર્શવવામાં આવી છે.

(5:28 pm IST)