Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

અનુષ્કા શર્મા બાદ સોનમ કપુર લગ્ન કરશે

નવા વર્ષમાં અન્ય કેટલીક અભિનેત્રી લગ્ન કરશે : સોનમ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે

મુંબઇ,તા. ૨૫: બોલિવુડમાં હાલમાં લગ્ન કરવાનો દોર ચાલી રહ્યો છે. લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ હવે અનિલ કપુરની પુત્રી સોનમ કપુર પણ નવા વર્ષમાં લગ્ન કરે તેવી શક્યતા છે. જે અભિનેત્રી લગ્ન કરવાની તૈયારીમાં છે તેમાં સૌથી ઉપર નામ સોનમ કપુરનુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ વર્ષની વાત કરવામાં આવે તો અનુષ્કા શર્માના લગ્નની ચર્ચા રહી છે. અનુષ્કા બાદ હવે સોનમ કપુર લગ્ન કરવા જઇ રહી છે. અલબત્ત આ અહેવાલને સમર્થન હજુ સુધી મળ્યુ નથી. જો કે સુત્રોએ કહ્યુ છે કે સોનમ કપુર તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરનાર છે. સોનમ કપુર આહુજા સાથે લાંબા સમયથી ડેટ કરી રહી છે. અહેવાલ તો એવા પણ મળ્યા છે કે તેમના લગ્ન માટે જોધપુરમાં લોકેશન બુક કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. જ્યાં તમામ લગ્નની વિધ થનાર છે. આનંદ આહુજા દિલ્હીના કારોબારી છે. બન્ને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બન્ને છેલ્લા કેટલાક સમયમાં સાથે પણ નજરે પડી ચુક્યા છે. કેટલાક ઇવેન્ટ્સમાં પણ સાથે દેખાયા હતા. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં કપુર પરિવારમાં બે લગ્ન કરવામાં આવનાર છે. તેમના કઝિન મોહિત મારવાહ ફેબ્રુઆરીમાં પોતાની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ અંતરા મોતીલાલની સાથી દુબઇમાં લગ્ન કરનાર છે. મોહિતે ફગલી મારફતે ડેબ્યુ કર્યુ છે. અંતરા સ્ટાઇલિસ્ટ સેલિબ્રિટી છે. સોનમ કપુર બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી છે. તેની પાસે સારી ફિલ્મો છે. જો કે તે ટોપ પર હજુ પણ પહોંચી શકી નથી. તેના લગ્નની ચર્ચા હવે છેડાઇ ગઇ છે.

(3:40 pm IST)