Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાની ઉમરના અભિનેતા સાથે રોમાન્સમાં વાંધો નથીઃ રાની

ત્રણ વર્ષના વિરામ પછી રાની મુખર્જી ફિલ્મ 'હિચકી' થકી ફરી બોલીવૂડના પરદે આવી રહી છે. આ ફિલ્મમાં તે અચકાઇને બોલતી શિક્ષીકાના રોલમાં છે. મહિલાઓએ જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીઓ સામે હાર ન માનવી અને સતત મહેનત કરી સફળતા મેળવવી તેવો બોધ આ ફિલ્મ આપશે. રાનીએ કહ્યું હતું બોલીવૂડમાં હીરો પરણેલો અને સંતાનોનો પિતા હોય તો પણ તે નાની ઉમરની હિરોઇનો સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. જ્યારે પરણેલી અભિનેત્રીઓને આવા રોલ મળતા નથી. આવો ભેદભાવ જો કે હવે ઓછો થઇ રહ્યો છે. મને ઓછી ઉમરના અભિનેતા સાથે ફિલ્મી પરદે રોમાન્સ કરવામાં વાંધો નથી.  ફિલ્મને પાત્રોના રૂપમાં જોવી જોઇએ. નિર્દેશક જે કહે તેનું પાલન કરવા હું તૈયાર રહુ છું. હિચકીના નિર્દેશક સિધ્ધાર્થ પી. મલ્હોત્રા છે.

 

(9:18 am IST)