Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'બધાઇ દો'નું પોસ્ટર રિલીઝ

મુંબઇ તા. ૨૫ : રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'બધાઇ દો'નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મના પોસ્ટરમાં, રાજકુમાર રાવ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે અને ભૂમિ પેડનેકર તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેનું ટ્રેલર  રિલીઝ થશે. આ ફિલ્મના બંને સ્ટાર્સે આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખૂબ જ ફની કેપ્શન સાથે શેર કર્યું છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 'બધાઇ દો'નું પોસ્ટર શેર કરીને રાજકુમાર રાવે માહિતી આપી છે કે આજે આ ફિલ્મનું ટ્રેલર દર્શકોની વચ્ચે આવશે અને આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર નહીં પરંતુ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં બંને કલાકારો એકબીજાનું મોં બંધ કરતા જોવા મળી રહ્યા છે. તે આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની 'બધાઇ દો'ની સિકવલ છે જે ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. આ બંને સિવાય ગજરાજ રાવ અને નીના ગુપ્તાની સુપરહિટ જોડી પણ હતી. આ ફિલ્મનું નિર્દેશન અમિત શર્માએ કર્યું હતું. તે તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

છેલ્લી વખત તેની રિલીઝ ડેટ ૨૬ જાન્યુઆરી હતી પરંતુ કોવિડને કારણે તેની રિલીઝ ડેટ ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી. હવે તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.  જયારે તેનું ટ્રેલર આવશે ત્યારે તેની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવશે.

(10:09 am IST)