Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીનો ઇન્‍સ્‍ટાગ્રામમાં ચણાવાળીનો રોલ કરી ફિગર ફલોન્‍ટ કરતો વીડિયો વાયરલ થતા તહેલકો મચ્‍યો

મસ્‍તરામ વેબસિરીઝમાં રાજકલી ચણાવાળીનો રોલ કરી અભિનેત્રીએ દર્શકોને ચોંકાવી દીધા હતા

મુંબઇઃ મસ્તરામ વેબ સિરિઝમાં રાજકલી નામની ચણાવાળીનો રોલ તમને યાદ હશે. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ આ વેબ સિરિઝમાં એટલાં બોલ્ડ સીન આપ્યાં કે ત્યાર બાદ ઈન્ટરનેટ પર તેના નામની બુમ પડી ગઈ.  અદાકારા રાની ચેટર્જીએ બ્લેક બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરવાની ફેન્સના દિલોમાં લગાડી દીધી આગ. મસ્તરામ વેબ સિરિઝમાં રાજકલી નામની ચણાવાળીનો રોલ તમને યાદ હશે. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ આ વેબ સિરિઝમાં એટલાં બોલ્ડ સીન આપ્યાં કે ત્યાર બાદ ઈન્ટરનેટ પર તેના નામની રીતસર બુમ પડી ગઈ. ભોજપુરી સિનેમાની ફેમસ અદાકારા રાની ચેટર્જી આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે.

રાની ચેટર્જી ઈન્સ્ટાગ્રામ પર પોતાની લાઈફ સાથે જોડાયેલી તાજા અપડેટ શેર કરતી રહે છે જે જોઈ તેમના ફેન્સના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ફેન્સની આ જ ઉત્સુક્તાએ તેમની એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધી છે. જેમાં તે બ્લેક બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. રાનીને હંમેશા તેના વધેલા વજનને લઈને ટ્રોલ કરવામાં આવે છે પરંતુ વીડિયોમાં રાની ચેટર્જી પૂર્ણ કોન્ફિડન્સ સાથે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી. આ વીડિયોમાં તે બ્લેક બિકિનીમાં રાની ખૂબ સારી લાગી રહી છે. રાનીએ બિકિની ઉપર જાળીદાર કપડું પણ પહેરેલું છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

રાની ઝડપથી એક બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે તેવા સમાચાર છે. રાની ભોજપુરી સિનેમામાં તહલકો મચાવ્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારશે એન્ટ્રી.  થોડા દિવસ પહેલા તેની એક બોલ્ડ  સીરીઝ મસ્તરામ એંમ.એક્સ. પ્લેયર પર રિલીઝ થઈ હતી જેને સારા પ્રતિસાદ મળ્યો હતો. આ વેબ સીરીઝમાં રાનીએ ખૂબ બોલ્ડ સીન્સ કર્યા હતા જેના કારણે તેની ટીકા થઈ હતી. રાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ઘણા બધા લોકોને મારું કામ પસંદ પણ આવ્યું છે.

YouTube Link: https://youtu.be/pwPLuQmxD6A

(6:14 pm IST)