Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

90ના દશકની અભિનેત્રી દિવ્‍યા ભારતીના રહસ્‍યમય મોત બાદ ફિલ્‍મના સેટ પર ઘણા વિચિત્ર અનુભવોમાંથી પસાર થતા કલાકારો

દિવ્‍યા ભારતીની અધુરી ફિલ્‍મ ‘લાડલા'માં શ્રીદેવીને લેવામાં આવતા સેટ પર પુજાવિધી કરાઇ હતી

મુંબઇઃ દિવ્યા ભારતી 90 ના દાયકાની એક પ્રખ્યાત અભિનેત્રી હતી. નાની ઉંમરમાં તેની પાસે એક પછી એક ફિલ્મોની લાઈનો લાગેલી હતી. દિવ્યા ભારતીને સાઇન કરવા માટે ફિલ્મ મેકર્સ તેની ઘરની બહાર લાઈનમાં જોવા મળતા. પરંતુ એ દિવસ બોલીવુડ માટે સૌથી ખરાબ હતો જ્યારે દિવ્યા ભારતીના મોતના સમાચાર આવ્યા. દિવ્યા ભારતીનું સ્ટારડમ ટોચ પર હતું અને તેવામાં 5 એપ્રિલ 1995ના રોજ તેનું નિધન થયું.

મીડિયા રિપોર્ટ અનુસાર દિવ્યા ભારતી નશામાં હતી અને તે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી જેના કારણે તેનું મોત થઈ ગયું. જોકે હકીકતમાં દિવ્યા ભારતીના મોતનું રહસ્ય આજ સુધી રહસ્ય જ છે. 19 વર્ષની ઉંમરમાં દિવ્યા ભારતીય એક પછી એક હીટ ફિલ્મો આપી અને તેનું મોત પણ થઈ ગયું. દિવ્યા ભારતીના મોતથી સૌથી મોટો આઘાત તેના માતા પિતાને લાગ્યો હતો. એક મુલાકાત દરમિયાન દિવ્યા ભારતીની માતાએ એવો દાવો કર્યો હતો કે મોત થયા પછી વર્ષો સુધી દિવ્યા તેના સપનામાં આવતી હતી. આ ઉપરાંત જર્નાલિસ્ટ વર્ધા ખાને પણ દાવો કર્યો હતો કે તેના સપનામાં દિવ્યા ભારતી આવતી અને કંઈક કહેવાનો પ્રયત્ન કરતી.

દિવ્યા ભારતીનું મોત ત્યારે થયું જ્યારે તે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરવાની હતી. તેમાંથી એક ફિલ્મ લાડલા પણ હતી. આ ફિલ્મમાં  દિવ્યા ભારતી હતી અને તેની સાથે 90% શૂટિંગ પૂરું કરી લેવામાં આવ્યું હતું. પરંતુ દિવ્યા ભારતીના મોત પછી શ્રીદેવી સાથે ફિલ્મને ફરીથી બનાવવામાં આવી.

ચર્ચાઓ એવી પણ હતી કે શૂટિંગ દરમિયાન શ્રીદેવીને પણ ફિલ્મના સેટ ઉપર ઘણા વિચિત્ર અનુભવ થયા હતા. તે ઘણી વખત પોતાના ડાયલોગ્સ ભૂલી જતી. આ ડાયલોગ્સ ઉપર દિવ્યા ભારતી પણ અટકી જતી હતી. આ સિવાય સેટ ઉપર અન્ય ઘટનાઓ પણ બની હતી ત્યારબાદ સેટ ઉપર પૂજા કરાવવામાં આવી ત્યાર પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું.

(6:11 pm IST)