Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રણવીર સિંહ ભારતનો સૌથી ધનિક સેલિબ્રિટી બન્‍યોઃ બ્રાન્‍ડ વેલ્‍યુમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

નવી દિલ્‍હી, તા.૨૨: બોલિવૂડના બેસ્‍ટ એક્‍ટર રણવીર સિંહે ખૂબ જ ઓછા સમયમાં મોટું નામ કમાઈ લીધું છે. પોતાની જોરદાર એક્‍ટિંગ અને શાનદાર સ્‍ટાઇલના કારણે રણવીર દરેકના દિલ પર રાજ કરે છે. પરંતુ હવે તેણે એક અલગ જ સ્‍થાન હાંસલ કર્યું છે. હા! રણવીર સિંહ ભારતનો સૌથી અમીર સેલિબ્રિટી બની ગયો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્‍ટન વિરાટ કોહલી બ્રાન્‍ડ વેલ્‍યુના મામલે આગળ હતા. પરંતુ હવે રણવીરે તેને પણ માત આપી દીધી છે. તે કોહલી કરતા પણ આગળ પહોંચી ગયો છે.

કોર્પોરેટ ઇન્‍વેસ્‍ટિગેશન અને રિસ્‍ક કન્‍સલ્‍ટિંગ ફર્મ ક્રોલના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર, રણવીર હાલમાં ઼૧૮૧.૭ મિલિયનના બ્રાન્‍ડ વેલ્‍યુએશન સાથે ભારતનો સૌથી ધનિક સ્‍ટાર છે. અને ૨૦૨૨માં વિરાટ કોહલીનું બ્રાન્‍ડ વેલ્‍યુએશન ૧૭૬.૯ જણાવવામાં આવ્‍યું છે. વિરાટ છેલ્લા પાંચ વર્ષથી ભારતની સૌથી મૂલ્‍યવાન સેલિબ્રિટી છે, પરંતુ ત્‍યારથી તે બીજા સ્‍થાને આવી ગયો છે.

(11:39 am IST)