Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

એ અદ્વિતિય અનુભવ હતોઃ શ્રુતિ

શ્રુતિને ગાવું પણ ખુબ શ્રુતિ હાસનને ચાહકો અભિનય ઉપરાંત ગાયીકા તરીકે પણ ઓળખે છે. સંગીતનું  તેને ખુબ સારુ જ્ઞાન છે. આ વર્ષમાં તેની દક્ષિણની બે ફિલ્‍મો રિલીઝ થઇ ચુકી છે આ કારણે તે ખુશ છે. બોલીવૂડમાં પણ તે કામ કરતી રહે છે. બાહુબલી પ્રભાસ સાથે તે સલાર પણ કરી રહી છે. બીજી સાઇકોલજી થ્રીલર છે. શ્રુતિએ હિન્‍દી ફિલ્‍મ લકથી શરૂઆત કરી હતી. આ વાતને ચોૈદ વર્ષ વીતી ગયા છે. શ્રુતિ સારી ગાયીકા પણ છે. તે કહે છે મને ગાવુ પણ ખુબ ગમે છે.  શરૂઆતમાં લોકો તેને કહેતાં કે તું સંગીત વિશે વધુ વાત ન કરતી અન્‍યથા લોકો તારી ફિલ્‍મોથી દુર થઇ જશે. પરંતુ એવુ બન્‍યું નથી. લોકોએ તેની બંને પ્રતિભાને પ્રેમ આપ્‍યો છે. શ્રુતિએ પિતા કમલ હાસનની ફિલ્‍મ માટે પાંચ વર્ષની ઉમરે ગીત ગાયુ હતું. રેસ ફિલ્‍મનું ડાઉન ડાઉન અને શમિતાભનું સ્‍ટીરીયોફોનિક ગીત તેના યાદગાર ગીતો છે. શ્રુતિ અમેરિકન શોમાં પણ ઝળકી હતી. તે કહે છે આ પ્રોજેક્‍ટમાં કામ કરવાનો અનુભવ અદ્વિતિય હતો.

 

(10:33 am IST)