Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કૃણાલ અને શ્વેતા આવશે એક સાથે

દર્શકોમાં એક જુદી ઓળખ ઊભી કરનાર કુણાલ ખેમુ આ દિવસોમાં તેની આગામી ફિલ્‍મ કંજૂસ મખ્‍ખીચૂસ માટે ચર્ચામાં છે. ઓટીટી પ્‍લેટફોર્મ પર તેની આ ફિલ્‍મ ચોવીસમી માર્ચના રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્‍મનું ટ્રેલર આવી ગયું છે. જેમાં કૃણાલ સાથે શ્વેતા ત્રિપાઠીની મુખ્‍ય ભુમિકા છે. આ ફિલ્‍મનું ટ્રેલર ખૂબ જ સરસ છે, જેમાં એક અભિનેતાની કંજુસતા સ્‍પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેતા ઘર ચલાવતી વખતે કઈ રીતે પૈસા બચાવે છે તે ફિલ્‍મમાં બતાવાયું છે. જો કે, ટ્રેલરનો આગળનો ભાગ જોયા પછી, જાણવા મળે છે કે અભિનેતા આટલી કંજુસાઈથી વર્તે છે, તેની પાછળ કોઈ કારણ છે. ફિલ્‍મના ટ્રેલર મુજબ, એવી અપેક્ષા રાખી શકાય છે કે કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠી અભિનીત આ ફિલ્‍મમાં ઓટીટીના દર્શકોનું એક પછી એક ઘણા અદ્દભુત ટ્‍વિસ્‍ટ સાથે મનોરંજન કરવામાં આવશે. ફિલ્‍મના દિગ્‍દર્શક વિપુલ મહેતા છે. ફિલ્‍મનું ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. પરંતુ ફિલ્‍મ દર્શકોને કેટલી પસંદ આવે છે તે જોવું ખુબ રસપ્રદ રહેશે.

 

(10:34 am IST)