Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અહિનું વાતાવરણ સાવ જુદુ છેઃ અમાયરા

અમાયરા દસ્‍તૂરે નાની ઉમરથી જ મોડેલીંગ શરૂ કરી દીધુ હતું. હવે તે ફિલ્‍મોમાં સફળ અભિનેત્રી બનવા મહેનત કરી રહી છે. ૨૦૧૩માં ઇશક ફિલ્‍મથી શરૂઆત કરનાર અમાયરાએ કુંગફુ યોગામાં પણ કામ કર્યુ હતું. તેણે સાઉથની અનેક ફિલ્‍મોમાં પ્રભાવશાળી રોલ કરી ઓળખ ઉભી કરી છે. અમાયરા કહે છે મારે પેન-ઇન્‍ડિયા સ્‍ટાર બનીને આખા દેશનો પ્રેમ મેળવવો છે. દક્ષિણ ફિલ્‍મોદ્યોગ વિશે તે કહે છે અહિ વાતાવરણ બોલીવૂડ કરતાં સાવ જુદુ હોય છે. બોલીવૂડની સરખામણીએ અહિ પ્રેમ અને લાગણી જુદા જ છે. આ શુધ્‍ધ પ્રેમ છે. અમાયરા તાજેતરમાં શીખ રમખાણો પર આધારીત ફિલ્‍મ જોગીમાં પણ જોવા મળી હતી. જેમાં તેણે દિલજીત દોસાંજ સાથે કામ કર્યુ છે. તેના આ ફિલ્‍મના અભિનયના ખુબ વખાણ થયા છે. તે કહે છે હું વિવિધ ભાષાની ફિલ્‍મો કરવા ઇચ્‍છુ છું. હવે તે ડોંગરી ટુ દુબઇ આધારીત પુસ્‍તક પરની બોમ્‍બે મેરી જાનમાં અને એક પંજાબી, તમિલ ફિલ્‍મ પણ કરી રહી છે.

(10:32 am IST)