Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

શ્રુતિ હસને 'મેગા 154'નું શૂટિંગ કર્યું શરૂ

મુંબઈ: અભિનેત્રી શ્રુતિ હાસન આ દિવસોમાં તેલુગુ ફિલ્મ 'મેગા 154'ને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ મંગળવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે તે 'મેગા 154'ના સેટ પર પાછી ફરી છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસવીરમાં શ્રુતિ હાસન જિમના કપડામાં જોવા મળી રહી છે. ચહેરા પર માસ્ક છે. પોતાની આ તસવીર સાથે અભિનેત્રીએ ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ આપી હતી. તમને જણાવી દઈએ કે બોબી તેલુગુ ફિલ્મ 'મેગા 154'નું નિર્દેશન કરી રહ્યા છે જ્યારે નવીન યેર્નેની અને વાય રવિશંકર તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ચિરંજીવી લીડ એક્ટર છે.

(6:00 pm IST)