Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ત્‍યારે મને સતત ડર હતોઃ તારૂક રૈના

અભિનેતા તારૂક રૈના ફિલ્‍મની સાથે વેબ સિરીઝમાં પણ કામ કરી રહ્યો છે. તેની ફિલ્‍મ શર્માજી નમકીન તાજેતરમાં આવી છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્‍મના ઓડીશન માટે મને ફોન આવ્‍યો હતો. બે ત્રણ રાઉન્‍ડ પછી મને સિલેક્‍ટ કરી લેવાયો હતો. પણ શુટીગ શરૂ નહોતું થયું ત્‍યાં સુધી સતત ડર હતો કે ક્‍યાંક મને ફિલ્‍મમાંથી કાઢી મુકશે તો! ચાર વર્ષ પછી ફિલ્‍મ રિલીઝ થતાં તેની ખુશી છે. ફિલ્‍મનું કામ શરૂ થયું ત્‍યારે હું બાવીસ વર્ષનો હતો, હવે છવ્‍વીસનો થઇ ગયો છું. ફિલ્‍મમાં તારૂકે રિષી કપૂરના નાના પુત્ર વિન્‍સીની ભુમિકા નિભાવી છે. આ પાત્ર ખુબ જ સ્‍વીટ છે. તારૂકે જણાવ્‍યું હતું કે અડધુ શુટીંગ મેં રિષી કપૂર સાથે કર્યુ હતું. એ પછી પરેશ રાવલની એન્‍ટ્રી થઇ હતી. આ બંને કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી. પહેલા જ દિવસે રિષીજી સાથે દ્રશ્‍ય હતું. હું ટેન્‍શનને કારણે મારી લાઇનો જ ભુલી ગયો હતો. પછી તેમણે મને સહજ અનુભવ કરાવ્‍યો હતો.

(10:31 am IST)