Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દર્શકોની અપેક્ષા વધી ગઇ છેઃ કૃણાલ ખેમુ

કૃણાલ ખેમુને દર્શકોએ ફિલ્‍મી પરદે પસંદ કર્યો છે તો હવે તે વેબ સિરીઝમાં પણ દર્શકોનો ચહીતો બની ગયો છે. તેની સિરીઝ અભયની ત્રીજી સિઝન આવી ચુકી છે. વધુ એક વખત તે એસીપી અભય બનીને દર્શકો સામે આવ્‍યો છે. તે કહે છે હમેંશા નવા લોકો સાથે કામ કરવાનો અનુભવ સારો જ રહે છે. તેમાં એક નવી એનર્જી સાથે કામ કરવાની તક મળે છે. જો કે શોમાં હાઇલાઇટ થતું પાત્ર વિલનનું હોય છે અને દરેક વખતે તે બદલાય છે. અભયની આ સિઝનમાં દિવ્‍યા, તનુજ વિરવાની, રાહુલ દેવ અને વિજય રાજ જેવા કલાકારો સાથે કામ કરવાની ખુબ મજા આવી છે. વિજય સાથે અગાઉ મેં લૂટકેસમાં કામ કર્યુ હતું. હાલના દર્શકો અમારી એટલે કે કલાકાર પાસેથી વધુ અપેક્ષા રાખતા થઇ ગયા છે. ઘણીવખત ખુબ મહેનત કરી હોવા છતાં પ્રોજેક્‍ટ સફળ ન રહે તો દુઃખ થાય છે. પણ અમે હતાશ ન થઇ મહેનત કરતાં રહીએ છીએ. કૃણાલ માટે ફિટનેસ મહત્‍વની છે. તે યોગ અને જીમ થકી ફિટનેસ જાળવી રાખે છે.

(10:31 am IST)